વડોદરા: જલારામ ઇન્વેસ્ટમેન્ટના જિજ્ઞાસુ પટવા સહિત ચારની મિલકતો ટાંચમાં લેવા હુકમ
વડોદરા,તા.30 જુલાઈ 2022,શનિવારવડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર અલકાપુરી જેવા પોશ એરિયામાં આલીશાન કોર્પોરેટર સેક્ટર જેવી ઓફિસમાં શ્રી જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટના નામે ૨૦૦૩થી ગ્રાહકો તથા નાણા રોકાણકારોને ઊંચા વ્યાજ-વળતરની લાલચ-આપીને જુદી જુદી સ્કીમોમાં નાણા રોકાણ કરાવી ગ્રાહકોને નિયત મુદતમાં વ્યાજ નહીં ચુકવવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના હેઠળ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમન આધારે વડોદરાના કંપીતંટ ઓથોરિટી તરીકે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની નિમણૂક કરી જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટીના જિજ્ઞાસુ પટવા દંપતી સહિત ચારેય આરોપીઓની મિલકતો ટાચમાં લેવા કાચમાં લેવા હુકમ કરી ભોગ બનનાર તમામ રોકાણકારોને આધાર પુરાવા સાથે તા. 31મી ઓગસ્ટ સુધીમાં દાવો દાખલ કરવાવડોદરાની નર્મદા ભુવન ખાતેના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ ઓથોરાઇઝ વ્યક્તિ જિજ્ઞાસુ પટવા સહિત તેની પત્ની તેજલ પટવા, પિયુષ રાણા અને જશકાંતા પટવા સામે ગ્રાહકોને જરૂરી આધાર પુરાવા સાથે નર્મદા ભુવન છઠ્ઠા માળે જેલ રોડ ખાતે તા. ૧ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં હાજર રહીને દાવો નોંધાવી શકશે.આધારભૂત સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે અલકાપુરી વિસ્તારમાં આલી શાન વૈભવી ઓફિસ ધરાવતા જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી ના વ્યક્તિ જિજ્ઞાસુ પટવા અને તેની પત્ની તેજલ પટવા તથા ચાર જણાએ સને ૨૦૦૨-૦૩માં શરૂ કરી હતી. આ ઓફિસના જિજ્ઞાસુ પટવા સહિત ચારેય જાણે આ કંપનીમાં વિવિધ સ્કીમમાં ઊંચા વ્યાજે નિયત મુદત માટે નાણા રોકવા લલચાવતા હતા. ઊંચા વળતર અને વ્યાજ અંગે વિશ્વાસ આપવા સહિત કંપનીમાં નાણા રોકાણ કરવા ભરોસો આપતા હતા. પરિણામે અનેક ગ્રાહકોએ પોતાના નાણાનું આ કંપનીના ઓથોરાઈઝડ વ્યક્તિ જિજ્ઞાસુ પટવા સહિત ચારે જણાના વિશ્વાસ અને ભરોસાથી તેમની કંપનીમાં પોતાના પસીનાની કમાણી અને જિંદગીના અંતિમ વર્ષોની જીવન વ્યતીત કરવાની બચતની મૂડીનું રોકાણ કર્યું હતું. પરંતુ નિયત મુદત પહેલા આ તમામ ચારેય વ્યક્તિઓએ રોકાણકારોને તેમની મૂડી સહિત વ્યાજ તથા વળતર નહીં ચૂકવી ઓફિસ બંધ કરીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવા અંગેનો ગુનો ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુલામ રજીસ્ટર નંબર ૧૦૩/૨૦૧૯થી ૪૦૬, ૪૧૪ તથા જીપી ૨૦૦૩ની કલમ ૩ હેઠળ ગુનો નોંધાયો હતો.આ અંગે રાજ્ય સરકારના ગૃહ વિભાગે વડોદરાના કોમ્પિતીતર ઓથોરિટી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની નિમણૂક થતા જલારામ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી છે. ઉપરાંત આ તમામ આરોપીઓની મિલકતો કાચમાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. જીપીઆઈડી એક્ટ ૨૦૦૩ની કલમ- ૭(૨) મુજબ વડોદરાના કંપીટન્ટ ઓથોરિટી અને સબ ડિવિઝનલ મેજિસ્ત્રેટને મળેલી સત્તાથી આ જાહેર નોટિસથી રોકાણકારોને જણાવાયું છે કે શ્રી જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા જો કોઈ સાથે છેતરપિંડી થયેલ હોય કે કંપનીની કોઈ સ્કીમમાં ભોગ બનેલા હોય તો આવા દાવાઓ બાબતે વડોદરા જૈન રોડ ખાતે આવેલા નર્મદા ભુવનના સી બ્લોક ના છઠ્ઠા માળે રૂમ નં.૬૧૪-૬૧૫માં જરૂરી આધાર પુરાવા સાથે ઓગસ્ટ માસની ૧ તારીખથી ૩૧ ઓગસ્ટ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે કચેરીના કામકાજ સમય દરમિયાન ઉપસ્થિત રહેવા અને દાવા બાબતે ક્લેઈમ નોંધાવી શકાશે. સમય મર્યાદા બાદ આવા દાવાઓની અરજ બાબતે કોઈ નોંધ લેવાશે નહીં એવું કોમ્પ્યુટર ઓથોરિટી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.