રાજકોટ નજીક ગાય, વાછરડાં, ગૌવંશના મૃતદેહોના ઢગલા, 1 કિમી દૂરથી માથું ફાટી જાય એવી દુર્ગંધ, શું લમ્પી વાઇરસથી મોતનું તાંડવ?
હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લમ્પી વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પશુનાં મોત થયાં છે. ત્યારે રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અસંખ્ય પશુઓના મોત પાછળ લમ્પી વાયરસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. હાલ તો મ્યુનિ.ની ટીમ માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહો પડ્યા છે ત્યાં પહોંચી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.