બિઝનેસમેન સમીર પટેલ GNFCમાંથી યુરિયા-મિથેનોલના ક્વોટા કરતાં વધુ અલોટમેન્ટ મેળવતા હતા - At This Time

બિઝનેસમેન સમીર પટેલ GNFCમાંથી યુરિયા-મિથેનોલના ક્વોટા કરતાં વધુ અલોટમેન્ટ મેળવતા હતા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારઅમદાવાદના પીપળજ ખાતે આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એમોસ કોર્પોરેશનની કંપની માટે જીએનએફસીમાંથી નિર્ધારિત ક્વોટા કરતાં વધુ કેમિકલ અને યુરિયા મેળવી લેવા માટે પણ ધંધુકા અને બોટાદમા બનેલા લઠ્ઠાકાંડ માટે જવાબદાર ગણાતા હોવાનું મનાતા સમીર પટેલે તે વખતના પ્રધાન સૌરભ પટેલની વગનો ભરપૂર ઉપયોગ કર્યો હોવાની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ચર્ચા પરથી નિર્દેશ મળી રહ્યો છે કે સમીર પટેલને પહેલાથી આઉટ ઓફ વે જઈને કામ કરવાની અને કરાવી લેવાની આદત હતી. એક જમાનામાં જીએનએફસીમાં તૈયાર થતાં જુદાં જુદાં કેમિકલ્સના ક્વોટા નક્કી કરીને સપ્લાય આપવામાં આવતો હતો. સમીર પટેલ પાસે તેની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ હતી. ફાર્માસ્યૂટિકલ્સ ઉદ્યોગ માટે મિથેનોલ એક મહત્વનું સોલ્વન્ટ ગણાય છે. તેથી તેનો જરુર કરતાં વધુ જથ્થો એલોટ થાય તે તેમનો બિઝનેસ વધે તેમ હોવાથી તેમણે સૌરભ પટેલની મદદ લઈને મોટો જથ્થો મેળવવા સતત પ્રયાસ કર્યો હોવાનું પણ બજારમાં ચર્ચાઈ રહ્યું છે. આમ સમીર પટેલ યેનકેન પ્રકારણે પોતાનું ધાર્યું કરાવવાની માનસિકતા ધરાવતા હતા. તે માટે જરુર પડે તે સરકારના વગદાર મંત્રીની વગનો ઉપયોગ કરી લેતા ખચકાતા નહાતા. તેના થકી પણ તેમણે તગડો નફો કર્યો છે. એમોસ કોર્પોરેશનની સમૃદ્ધિના મૂળમાં આ પ્રકારની યુક્તિપ્રયુક્તિઓ રહેલી છે. ગુજરાત ચેમ્બરમાં પૂરતા સભ્યોની હાજરી બતાવવા સમીર પટેલે કોર્પોરેટ મેમ્બરની બોગસ  સહી કરાવી રૂપેશ શાહ ગુજરાત ચેમ્બરના પ્રમુખ હતા તે વખતે સમીર પટેલે ચોક્કસ ઇશ્યૂ અંગે નિર્ણય લેવા માટે કારોબારીમાં કારોબારીમાં નિર્ણય લઈ શકાય તે માટે પૂરતા સભ્યો (કોરમ) હાજર ન હોવા છતાં કોર્પોરેટ મેમ્બરની બોગસ સહી કરાવીને તેઓ ગેરહાજર હોવા છતાંય તેમની હાજરી બતાવી દઈને ગેરરીતિ આચરી હતી. આ વિવાદ બાદ એક મહિલા કર્મચારીની નોકરી જાય તેવી નોબત પણ આવી હતી. આ વિવાદને કારણે ગુજરાત ચેમ્બરની ઇમેજને પણ ધક્કો લાગ્યો હતો. તેની અસર હેઠળ જ ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકેના હોદ્દા સુધી પહોંચવામાં સમીર પટેલ કામિયાબ રહ્યા નહોતા. આ જ અરસામાં વિવાદની તપાસ કરવા પહોંચેલા પત્રકારોને પણ તેમને હડસેલા મારીને ગુજરાત ચેમ્બરની કેચરીમાંથી તગેડી મૂકવાની ચેષ્ટા પણ કરી હતી. મિથેનોલ અને અન્ય સોલ્વન્ટમીં ડીલર્સને આજે પોલીસ કમિશનરે મળવા બોલાવ્યામિથેનોલ સાથે ડિલ કરતાં કેમિકલના એકમના માલિકોની એક મિટિંગ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આવતીકાલે સાંજે ચાર વાગ્યે શાહીબાગ પોલીસ કમિશનરની કચેરીમાં બોલાવી છે. આ બેઠકમાં મિથેનોલના વપરાશના સંદર્ભમા ંચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.