કર્ણાટકમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી અજાણ્યો શખ્સ ફરાર, શહેરમાં 3 દિવસમાં હત્યાના 2 બનાવથી ચકચાર
- સુરતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે સુરતકલ, મુલ્કી, બાજેરી, પનંબૂરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છેબેંગલુરૂ, તા. 29 જુલાઈ 2022, શુક્રવારકર્ણાટકમાં ત્રણ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, મેંગલુરૂના સુરતકલ જિલ્લામાં 23 વર્ષીય યુવકની અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે જિલ્લામાં અનેક જગ્યાએ કલમ 144 લાગુ કરી દીધી છે. સાથે જ મુસ્લિમ સમુદાયના લોકોને ઘરે જ નમાઝ અદા કરવા અપીલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા બેલ્લારીમાં રહેતા યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો.મેંગલુરૂના પોલીસ કમિશનર અને શશિ કુમારે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 8:00 વાગ્યે એક ઘટના બની હતી જ્યાં સુરતકલના કૃષ્ણપુરા કટિપલ્લા રોડ પાસે 4-5 લોકોએ 23 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટના બાદ સુરતકલમાં મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.At around 8pm (on July 28), there was an incident where a 23-year-old boy was brutally attacked by 4-5 people near Krishnapura Katipalla road, Surathkal. The boy was immediately shifted to a hospital & was declared dead: N Shashi Kumar, Mangaluru Police Commissioner (28.07) pic.twitter.com/MqQ6RopqaE— ANI (@ANI) July 29, 2022 પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવાનોના જૂથ દ્વારા તેના પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરતકલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સુરતકલ, મુલ્કી, બાજેરી, પનંબૂરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, તે એક પ્રત્યક્ષદર્શીની ફરિયાદ નોંધી રહ્યા છે જે ઘટના સમયે યુવક સાથે હતો. અહેવાલ અનુસાર, મૃતકનું નામ ફૈઝલ છે. તેનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો છે.પોલીસે મુસ્લિમ નેતાઓને ઘરે જ નમાજ અદા કરવાની અપીલ કરી છે. કહેવામાં આવ્યું હતું કે, '29 જુલાઈના રોજ આ વિસ્તારની તમામ દારૂની દુકાનો બંધ રહેશે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે તમામ મુસ્લિમ નેતાઓને ઘરે જ નમાજ અદા કરવાની અપીલ કરી છે. સાથે જ ન્યાય ઝડપથી અને નિષ્પક્ષ રીતે કરવામાં આવશે.સાથે જ પોલીસે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ઘટના પાછળનું કારણ અને ગુનેગારોની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે. હું તમામ નાગરિકોને અપીલ કરૂં છું કે, તેઓ કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરે.તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સમયે યુવક દુકાન બંધ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.