દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ માટે વિવાદિત ટિપ્પણી મુદ્દે અધીર રંજનને સમન - At This Time

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ માટે વિવાદિત ટિપ્પણી મુદ્દે અધીર રંજનને સમન


- આયોગે ચૌધરીના નિવેદન મામલે સુનાવણી માટે આગામી બુધવારે સવારે 11:30 કલાકનો સમય નિર્ધારિત કર્યો છેનવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવારદેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને 'રાષ્ટ્રપત્ની' કહેવા મામલે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ભાજપ દ્વારા આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા માફી માગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીને નોટિસ પાઠવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ગુરૂવારના રોજ કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીને નોટિસ પાઠવીને વ્યક્તિગતરૂપે આયોગ સમક્ષ રજૂ થવા માટે જણાવ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહેવા મામલે લેખિતમાં સ્પષ્ટીકરણ આપવા નિર્દેશ આપ્યો છે. આયોગે ચૌધરીના નિવેદન મામલે સુનાવણી માટે આગામી બુધવારે સવારે 11:30 કલાકનો સમય નિર્ધારિત કર્યો છે. આ પણ વાંચોઃ અધીર રંજનના ‘રાષ્ટ્રપત્ની’ નિવેદન મુદ્દે ભાજપ આકરા પાણીએ, સ્મૃતિ ઈરાનીએ ફરી મોરચો સંભાળ્યોઉપરાંત આયોગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાષ્ટ્રપતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે હસ્તક્ષેપ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવો આગ્રહ વ્યક્ત કર્યો છે.  રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'રાષ્ટ્રીય મહિલા આયોગ તથા તમામ રાજ્ય મહિલા આયોગ દેશના રાષ્ટ્રપતિ અંગેના કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીની અપમાનજનક તથા મહિલાવિરોધી ટિપ્પણીની ટીકા કરે છે.'ઉલ્લેખનીય છે કે, બુધવારે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અધીર રંજને રાષ્ટ્રપતિ મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યા હતા. જોકે બાદમાં તેમણે જીભ લપસી જતાં ભૂલમાં તે શબ્દ બોલાયો હોવાની સ્પષ્ટતા કરી હતી. સાથે જ તેમણે ભાજપ રાઈનો પહાડ કરી રહી છે તેવો આક્ષેપ મુકીને પોતે રાષ્ટ્રપતિ મુર્મૂની મુલાકાત લઈને માફી માગશે પરંતુ ભાજપના 'પાખંડીઓ'ની માફી નહીં માગે તેમ કહ્યું હતું. આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ મુર્મુને અધિર રંજને રાષ્ટ્રપત્ની કહેતાં હોબાળો, મ. પ્રદેશમાં એફઆઈઆર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.