SSC Scam : EDની રેડ બાદ અર્પિતા મુખર્જીના ડાયમંડ સિટી કોમ્પલેક્ષ ખાતેથી 4 કાર ગાયબ - At This Time

SSC Scam : EDની રેડ બાદ અર્પિતા મુખર્જીના ડાયમંડ સિટી કોમ્પલેક્ષ ખાતેથી 4 કાર ગાયબ


- EDને તેની બે દિવસની કાર્યવાહી દરમિયાન આશરે 50 કરોડ રૂપિયા મળી આવ્યા છેકોલકાતા, તા. 29 જુલાઈ 2022, શુક્રવારપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભર્તી ગોટાળાના આરોપી પાર્થ ચેટરજીના નજીકના સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી EDની રેડ બાદ 4 કાર ગાયબ બતાવવામાં આવી રહી છે. EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્પિતાની આ 4 કાર તેના ડાયમંડ સિટી કોમ્પલેક્ષ ખાતેથી ગાયબ જણાવવામાં આવી છે. આમાંથી 2 કાર અર્પિતાના નામ ઉપર છે. અર્પિતાની ડાયમંડ સિટી ફ્લેટ ખાતેથી ધરપકડ બાદ આ ગાડીઓ ગાયબ જણાવવામાં આવી રહી છે. હાલમાં સીસીટીવી ફુટેજ જોઈને કારને ટ્રેસ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ સિટી ફ્લેટમાંથી અર્પિતાની જે 4 ગાડીઓ ગાયબ છે. તેમાંથી બે ગાડીઓ અર્પિતા મુખર્જીના નામ ઉપર છે. આ ગાડીઓમાં હોન્ડા સિટી(WB 06T 6000) અને ઓડી (WB 02AB 9561) નો સમાવેશ થાય છે. આ અગાઉ ગુરૂવારના રોજ EDને અર્પિતા મુખર્જીના એક અન્ય ફ્લેટ વિશે જાણકારી મળી હતી. આ ફ્લેટ કોલકાતા એરપોર્ટ પાસેના ચિનાર પાર્કમાં છે. ત્યાં રોયલ રેજિડેન્ટ બિલ્ડિંગના ચોથા માળે 404 નંબરનો ફ્લેટ અર્પિતા મુખર્જીના નામે છે. આ બિલ્ડિંગના અકાઉન્ટન્ટના પ્રમાણે આ ફ્લેટના પણ ઘણા રૂપિયા મેન્ટેનેન્સ ચાર્જ તરીકે અર્પિતાના નામે બાકી છે. અર્પિતાને ઘણીવાર મેલ કરવા છતા પણ કોઈ જવાબ નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે, EDએ 23 જુલાઈના રોજ અર્પિતાના ફ્લેટ ઉપર પ્રથમ વખત દરોડો પાડ્યો હતો. આ દરમિયાન EDને 21 કરોડ રૂપિયાની રોકડ મળી આવ્યા હતા. આ સિવાય EDએ અર્પિતાના ઘરમાંથી 20 મોબાઈલ અને 50 લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી હતી. EDને અર્પિતાના ઘરમાંથી આશરે 60 લાખ વિદેશી કરન્સી પણ મળી આવી હતી. ત્યારબાદ EDએ અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ED સાથેની પૂછપરછમાં અર્પિતા મુખર્જીએ પોતાની કેટલીક સંપતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમાંથી એક કોલકાતાના બેલઘરિયા સ્થિત ફ્લેટ હતો. ED આ ફ્લેટના દરવાજા તોડીને દાખલ થઈ હતી. EDને અર્પિતાના ઘરમાંથી 27.9 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા છે. આમાં 2000 રૂપિયા અને 500 રૂપિયાની નોટોના બંડલ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, નોટોના 20-20 લાખ અને 50-50 લાખના બંડલ બનાવીને રાખેલા હતા. બે દિવસની કાર્યવાહી દરમિયાનની રોકડ મળીને આશરે 50 કરોડ રૂપિયા થઈ જાય છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.