કામરેજમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી : ત્રણ વ્યક્તિઓ દાઝયા - At This Time

કામરેજમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી : ત્રણ વ્યક્તિઓ દાઝયા


- ગેસ સિલિન્ડરને તોડતી વખતે ફ્લેશ ફાયર થયું અને આગ ભડકીસુરત,તા.29 જુલાઈ 2022,શુક્રવારકામરેજ ખાતે ઉદ્યોનગરમાં ભંગારના ગોડાઉનમાં આજે સવારે ગેસ સિલિન્ડરને તોડતી વખતે ફ્લેશ ફાયર થવાના લીધે આગ ભડકી ઉઠી હતી. જેના કારણે ત્યાં હાજર માલિક સહીત ત્રણ જણા લપેટમાં આવતા દાઝી ગયા હતા. આગને લીધે સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી.ફાયર વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કામરેજ વિસ્તારમાં ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમા આજે સવારે એલપીજી ગેસ સિલિન્ડર કમ બાટલ તોડવાની કરવાની કામગીરી કરતા હતા. તે સમયે ગેસ લીકેજ થતા ફ્લેશ ફાયર થતા આગ ભડકી ઉઠી હતી. જેને લીધે આગની જ્વાળા ગોડાઉનમાં આગ લાગતા સળગવા લાગ્યું હતું. જેના લીધે સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આગના લીધે ગોડાઉનના માલિક શાંતિલાલભાઈ દાલચંદ ગુર્જર ( ઉ.વ.50 ) તેમજ ત્યાં કામ કરતા મોહનભાઇ (ઉ.વ.60 ) અને અશોકભાઈ (ઉ.વ.35 ) દાઝી ગયા હતા આ અંગે 108 એમ્બ્યુલેન્સને જાણ કરતા ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે થોડા સમયમાં જ આગને કંટ્રોલમાં લઇ લેવામાં આવી હતી. બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આગને લીધે ટાયર સહીત ભંગારનો માલ સામાન સહિતની ચીજ વસ્તુઓ નુકસાન થયું હતું. એવું ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.