વડોદરા શ્રાવણ માસ નો પ્રથમ દિવસ અને સોમવાર: શિવાલયોમાં ભાવિકોની પૂજા અર્ચના
વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારઆજે ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણનો પ્રારંભ થઈ ગયો છે. વડોદરા સહિત સમગ્ર જિલ્લાનાના શિવ મંદિરોમાં હ૨ હ૨ મહાદેવ તથા ૐ નમ: શિવાયનો ગગન ભેદી નાદ ગુંજી ઉઠ્યો છે. વહેલી સવારથી શિવાલયોમાં શિવભક્તોની કતારો અને ભીડ નજરે ચડી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. તમામ શિવાલયો બમબમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શિવ ભક્તોએ વહેલી સવારથી મંદિરોમાં મહાઆરતીનો લ્હાવો લીધો હતો. વડોદરામાં આવેલા સુપ્રસિધ્ધ શિવાલયોમાં દર્શન-પૂજન સહિતના વિવિધ અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે. શ્રાવણ મહિના દરમિયાન ઠેર શિવાલય અને મંદિરોમાં દર્શન, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. નવનાથ સહિતના શિવ મંદિરોમાં શિવનાદ ગુંજી ઉઠ્યો છે.અનેક મહાલયોમાં શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના નવનાથ મંદિર સહિત, કાશી વિશ્વનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે.માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા કલાલી રોડ ખાતેના જાગનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા કીર્તનનો શુભારંભ કર્યો હતો. તો સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતેથી પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.