દેશના આ રાજ્યોમાં આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદના એંધાણ, હવામાન વિભાગની આગાહી
- જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આજે (29 જુલાઈ) ભારે વરસાદથી એલર્ટ જાહેર કર્યું છે- આગામી 4થી 5 દિવસ સુધી મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશેનવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022, શુક્રવારદેશના જુદા જુદા ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે કેટલાક ભાગોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ તમામ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. IMDએ ટ્વિટ કર્યું છે કે, આગામી 4થી 5 દિવસ સુધી મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આજે (29 જુલાઈ) ભારે વરસાદથી એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં આજથી 31 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. ઉત્તરાખંડમાં 29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. હરિયાણામાં 29 અને 30 જુલાઈએ ભારે વરસાદ થશે. તેમજ પૂર્વી યુપીમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.પંજાબ, ઉત્તર હરિયાણા જેવા રાજ્યોમાં ભારે વરસાદને કારણે એલર્ટ છે. પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના અને ઉત્તરીય આંતરિક કર્ણાટક, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં 29 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. ઝારખંડમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. તે જ સમયે જો બિહારની વાત કરીએ તો 29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે.તારીખ 1 અને 2 ઓગસ્ટના રોજ કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં 29 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને માહેમાં ભારે વરસાદ પડશે. તે જ સમયે, બિહારમાં 30 અને 31 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ છે. સાથે જ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.