ઉત્તર ઝોનનું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ઉદ્ઘાટનને આઠ મહિના થઈ ગયા છતાં સ્ટાફના અભાવે શરૂ નહીં કરતા વિવાદ
વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં 50 બેડની સુવિધા વાળા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવાના ભાગરૂપે ઉત્તર ઝોનમાં યુપી એચસી છેલ્લા આઠ નવ મહિનાથી તૈયાર થઈને બંધ હાલતમાં પડ્યું છે તેમ છતાં ભરતી પ્રક્રિયા નહીં થવાને કારણે શરૂ કરવામાં આવતું નથી તેવું બહાનું કાઢવામાં આવે છે. વડોદરા શહેરમાં કોરોના મહામારી દરમિયાન લોકોને પડેલી મુશ્કેલી બાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચાર ઝોનમાં 50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવાનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે ઉત્તર ઝોનમાં આજથી આઠ મહિના પહેલા તત્કાલીન મુખ્યમંત્રીએ અર્બન પ્રાઇમરિ હેલ્થ સેન્ટરનું ઉદઘાટન પણ કર્યું હતું અને જરૂરી અદ્યતન સાધન સામગ્રી સાથે આ મકાન પણ તૈયાર થઈ ગયું છે પરંતુ આરોગ્ય વિભાગમાં જરૂરી મેડિકલ પેરા મેડિકલ અને અન્ય સ્ટાફની ભરતી કરવામાં આવતી નહીં હોવાને કારણે આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર શરૂ થઈ શક્યું નથી જેને કારણે આ બિલ્ડીંગની આસપાસ ગંદકીના ઢગલા અને બિલ્ડીંગમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે ઉપયોગ શરૂ કરતાં પહેલાં જ તેની બિસ્માઈલ હાલત થઈ જાય તેવી પરિસ્થિતિ રહેલી છે. ઉત્તર ઝોનમાં આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ની સ્થિતિ નું નિરીક્ષણ કરવા વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને જહા ભરવાડ પહોંચ્યા હતા જ્યાં તેઓએ આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનના અભાવને કારણે છેલ્લા આઠ મહિનાથી બંધ પડેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેલી તકે શરૂ કરી દેવા માંગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.