સુરત : રખડતા ઢોરને પકડીને આર.એફ.આઈ.ડી ચીપ લગાવવાનું શરૂ કરતાં માલધારી સમાજ વિરોધ - At This Time

સુરત : રખડતા ઢોરને પકડીને આર.એફ.આઈ.ડી ચીપ લગાવવાનું શરૂ કરતાં માલધારી સમાજ વિરોધ


- પાલિકા કમિશ્નરને રજુઆત કરી સમાજે ટેગને બદલે અન્ય વિકલ્પ માટે રજુઆત કરી સુરત,તા.29 જુલાઈ 2022,શુક્રવારસુરત મ્યુનિ.માં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે આર.એફ.આઈ.ડી. ટેગ લગાડવા માટે કામગીરી થઈ રહી છે. પશુપાલકો પશુમાં ચીપ લાગે તે માટે આગળ આવતા નથી પરંતુ પાલિકા તંત્રએ રખડતા ઢોર પકડાય તેને પકડીને ચીપ લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે માલધારી સમાજ દ્વારા પાલિકા કમિશ્નરને આવેદનપત્ર આપીને ચીપને બદલે અન્ય વિકલ્પ માટેની માગણી કરી છે. સુરત મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વખતથી રખડતા ઢોર પકડાય તો તે ઢોરમાં આર.એફ.આઈ.ડી. ચીપ મુકી દેવાની કામગીરી કરવામાં આવે છે. આ ચીપથી રખડતા ઢોરની સમસ્યામાં ઘટાડો થશે અને પશુ ગણતરીમાં પણ સરળતા રહી શકે તેમ છે. જોકે, આ પ્રકારની કામગીરી થતી પશુપાલકો ગભરાયા છે અને આ કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. આજે માલધારી સમાજ દ્વારા પાલિકા કમિશ્નરને આવેદન આપી આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પશુઓના ડોક્ટર અનુપસ્થિતિમાં બેલદાર દ્વારા ચીપ અને ટેગ લગાવવાની કામગીરી કરવામાં આવે છે તેવો આક્ષેપ કરતાં કહ્યું હતું. આ કામગીરીને પગલે પશુઓને વેદના થઈ રહી છે. તેથી આ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. સમાજ  દ્વારા આજે પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહેલા ટેગની કામગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમાં માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મનપા દ્વારા પકડવામાં આવતા ગૌવંશ અને ઢોરોને જે રીતે ચેપ તેમજ ટેગ લગાવવામાં આવે છે તે ખૂબ જ બર્બરતા પૂર્વકનું કૃત્ય છે. આ સિવાય પાલિકાની ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવતા જાનવરોને પશુઓના ડોક્ટર ને બદલે બેલદાર દ્વારા જ ટેગ લગાવવામાં આવતા ઘણી વખત પશુઓના ગળાના ભાગમાં લોહી પણ નીકળે છે. આવી સ્થિતિ હોવાથી પાલિકાએ હાલમાં ચીપને બદલે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.