દામનગર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો બમણો કરી સીધો અમલ કરતા સમગ્ર વેપારી મંડળે વ્યવસાય વેરા ના વિરોધ માં આવેદન પત્ર પાઠવ્યું
દામનગર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો એકાએક બમણો કરી સીધો અમલ કરતા સમગ્ર વેપારી મંડળે વ્યવસાય વેરા ના વિરોધ માં ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા અને નાયબ મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ ને આવેદન પત્ર પાઠવ્યું શહેરી વિકાસ વિભાગ ની "ડ" વર્ગ ની નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો એકાએક પાંચગણો કરી સરકાર ના પરિપત્ર નો હવાલો આપી નગરપાલિકા અધિનિયમ ની ૧૯૬૩ ના પ્રકરણ ૮ ની જોગવાઈ આચરણ વિરુદ્ધ કર ના દર આકારતા પૂર્વે સ્લેબ સમાંતર કરી સીધો અમલ શરૂ કરતાં સમગ્ર વેપારી આલમ દ્વારા નારાજગી સાથે આવેદન પત્ર પાઠવી વેરો પૂર્વવત કરવા બુલંદ માંગ કરી ખૂબ મોટો વ્યવસાય વેરો ભરતા વેપારી ઓને સ્થાનિક પાલિકા દ્વારા કોઈ સફાઈ ટોયલેટ પાર્કિગ કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા મળતી ન હોય છતાં ખૂબ આકરા કર ના દર અકારતા પહેલા જાહેર ચોરા ચાવડી કે નોટિસ વગર સીધો એકાએક અમલ કેમ? આઝાદી કા અમૃત મહોત્સવ કે સિનિયર સિટીઝમ માટે ના ઠરાવો પરિપત્રો નીતિ ઓ નિયમો ને અવગણી વ્યવસાય વેરો બમણો કરી વેપારી ઓની જાણ બહાર અમલ કેમ ? નોટ બધી GST કોરોના ની કળ નથી વળી ત્યાં આવો એકાએક બમણો વ્યવસાય વેરો કોના આદેશ થી કરાયો અઢી લાખ સુધી ના ટનઓવર ને સંપૂર્ણ માફી આપવા ના આદેશ નું અર્થઘટન અવળું કેમ ? આવા અનેક વેધક સવાલો સાથે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત વેપારી ઓએ વ્યવસાય વેરા પૂર્વવત કરવા બુલંદ માંગ કરી હતી ભાંગતા જતા વાણિજ્ય બજાર ને બેઠું કરવા સરકાર દ્વારા સ્થાનિક પાલિકા તંત્ર ને યોગ્ય દિશા નિર્દેશ આપી ભાંગતા જતા વાણિજ્ય રાહત રૂપ ન્યાય થવા માંગ કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.