ઓસવાળ મહાજન વાડી લાકડિયા ખાતે આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ઓસવાળ મહાજન ની વાડી લાકડિયા ખાતે આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કચ્છના માગૅદશૅન હેથળ સરકારી હોમિયોપેથીક દવાખાનું શિકારપુર અને સરકારી હોમિયોપેથીક દવાખાનું જંગી તેમજ ઓસવાલ મહાજન સમાજના સહયોગથી નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વા, કમરનો દુખાવો,શરદી, ઉધરસ, એલૅજી, દમ, ચામડીના રોગો, સ્ત્રી રોગો, મણકાની તકલીફો, બાળકોના રોગો વગેરેનો હોમિયોપેથીક પધ્ધતિથી નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવી હતી
મલેરીયા અને ચિકનગુનિયા પ્રતિરોધક દવા તથા બાળકો (૫ થી ૧૨ વર્ષ સુધી) ના શારીરિક વિકાસ જેમ કે વજન ઓછુ હોવું, કરમિયા હોવા, વારંવાર શરદી તાવ આવતો હોય એવા બાળકો ની રોગપ્રતિકારક શક્તિ વધારવા ની સારવાર આપવામાં આવી હતી
જેમાં ડૉ.ભગવતીબેન. કટારા, સરકારી હોમિયોપેથીક દવાખાનું શિકારપુર તેમજ ડો.મેહુલ આદેશરા, સરકારી હોમિયોપેથીક દવાખાનું જંગી ના ઓ દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી જેમાં મહિલાઓ એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.