PM મોદીના ગૃહ રાજ્યમાં BJPને પડકાર આપવા કેજરીવાલ તત્પર, વધુ 4 દિવસનો તખ્તો તૈયાર
- અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળતી હતી પરંતુ પ્રથમ વખત રાજ્યમાં 'આપ'એ પોતાનું સમગ્ર જોર લગાવી દીધું છેનવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારઆગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દિલ્હી અને પંજાબમાં મળેલા ફતેહ બાદ ઉત્સાહમાં આવી ગયેલા કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ભાજપને પડકાર આપવા માટે પ્રયત્નશીલ બન્યા છે. આ માટે તેમણે આક્રમક પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારે તેઓ હવે પહેલી ઓગષ્ટે ફરી એક વખત ગુજરાત આવશે. આપના સંયોજક કેજરીવાલ આગામી મહિનાના પહેલા 10 દિવસોમાંથી 4 દિવસ ગુજરાતમાં વિતાવવાના છે. જાણો કાર્યક્રમઅરવિંદ કેજરીવાલ પહેલી ઓગષ્ટના રોજ સોમનાથમાં એક જનસભા યોજશે. ત્યાર બાદ 3, 7 અને 10 ઓગષ્ટના રોજ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવશે.તાજેતરના પ્રવાસોઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રીએ ગત ગુરૂવારના રોજ સુરતમાં પહેલી ગેરન્ટીની ઘોષણા કરી હતી. તેમણે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક પરિવારને પ્રતિમાસ 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ઉપરાંત કેજરીવાલે 31 ડિસેમ્બર 2021 સુધીના તમામ પેન્ડિંગ બિલ માફ કરવાનું પણ વચન આપ્યું હતું. ત્યાર બાદ 26 જુલાઈના રોજ કેજરીવાલે સોમનાથ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ રાજકોટમાં વેપારીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત તેઓ બોટાદ લઠ્ઠાકાંડના પીડિત પરિવારોને પણ મળ્યા હતા. આ પણ વાંચોઃ કપાળ પર ત્રિપુંડ તિલક, ગળામાં રૂદ્રાક્ષની માળા...સોમનાથ મંદિરમાં કેજરીવાલે કરી પૂજા- અર્ચનામિનિમમ ટાર્ગેટ- કોંગ્રેસનું સ્થાન મેળવવુંગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે ચૂંટણીનો ત્રિકોણીય જંગ સર્જાયો છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળતી હતી પરંતુ પ્રથમ વખત રાજ્યમાં 'આપ'એ પોતાનું સમગ્ર જોર લગાવી દીધું છે.આશરે એકાદ દસકા જૂની આ પાર્ટીનો પહેલો ટાર્ગેટ ગુજરાતમાંથી 125 વર્ષ જૂની કોંગ્રેસ પાસેથી તેનું સ્થાન છીનવવાનો છે. કેજરીવાલે તાજેતરમાં જ એવું ખુલીને કહી દીધું હતું કે, કાર્યકરો સુનિશ્ચિત કરે કે, કોંગ્રેસના તમામ વોટ 'આપ'ને મળે. જો આપ ગુજરાતમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકેનું સ્થાન પણ મેળવી લે તો તે તેના માટે મોટી સફળતા ગણાશે તેવું અનેક નિષ્ણાંતોનું માનવું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.