જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરના 600 વિદ્યાર્થીઓને E-FIR ની જાણકારી અપાઇ
- જિલ્લાના એસપી સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઇ-એફ.આઇ.આર.ની ઉપયોગીતા સંબંધે માર્ગદર્શન અપાયુંજામનગર,તા.28 જુલાઈ 2022,ગુરૂવારગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરીના કિસ્સામાં લોકોને પોલીસ સ્ટેશન જવું ન પડે, તે માટે ઇ-એફ.આઈ.આર. ની સુવિધા ચાલુ કરવામાં આવી છે, તેની પ્રક્રિયાઓ શું છે? અને કઈ રીતે થઈ શકે છે, તેની સમગ્ર જાણકારી માટે જામનગરના વિદ્યાર્થીઓ માટેનો એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને એસ.પી. સહિતના અધિકારી દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સામાં ઈ-એફ.આઇ.આર. નોંધાવવાની સુવિધા નો પ્રારંભ કરી દેવાયો છે, જેમાં કોઈ પણ પ્રજાજનો વાહન કે મોબાઈલ ફોન ચોરાઈ જાય, તેવા કિસ્સામાં ઇ-એફઆઇઆર ની સુવિધા મેળવી શકે, તે માટે ની સુવિધા જામનગરમાં શરૂ કરાવી છે. જે સુવિધાનો લોકો વધુને વધુ ઉપયોગ કરી શકે, અને આ સુવિધા કઈ રીતે પ્રારંભ કરી શકાય? તે માટે જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે ધનવંતરી હોલમાં હરિયા સ્કુલ, એસ.ઇ.વી.ટી. કોલેજ, મહિલા કોલેજ, ડીકેવી કોલેજ, વગેરેના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટેનો એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જે તમામ વિદ્યાર્થીઓને ઇ-એફઆઇઆર કઈ રીતે નોંધાવી શકાય, તેની એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર શહેર વિભાગના DySP જે.એન.ઝાલા, ગ્રામ્ય વિસ્તારના DySP કુણાલ દેસાઈ, ઉપરાંત DySP એમ.બી.સોલંકી, જ્યારે જામનગર શહેર વિભાગના ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલુ, કે.જે.ભોયે, તેમજ કે.એલ. ગાધે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.