વડોદરામાં ઝાડા ઉલટી અને કમળાના કેસ વધતા પાણીપુરી વાળાને ત્યાં કોર્પોરેશનનું ચેકિંગ - At This Time

વડોદરામાં ઝાડા ઉલટી અને કમળાના કેસ વધતા પાણીપુરી વાળાને ત્યાં કોર્પોરેશનનું ચેકિંગ


- ખાદ્ય પદાર્થોના 52 નમુના તપાસ માટે લીધા- 1000 લીટર થી વધુ પાણીપુરીનું પાણી ફેંકી દેવાયુંવડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારવડોદરા શહેરમાં હાલ ચોમાસાના માહોલમાં ઝાડા ઉલટી અને કમળાના કેસો વધતા વડોદરા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને જ્યાં આ કેસો વધુ જોવા મળ્યા છે તે વિસ્તારોમાં ખુલ્લામાં વેચાતો ખાદ્ય પદાર્થ ખાસ તો પાણીપુરી વાળાને ત્યાં છેલ્લા ચાર દિવસથી ચેકિંગ શરૂ કર્યું છે. કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરોની ત્રણ ટીમો ચેકિંગની કામગીરીમાં લાગી છે. અત્યાર સુધીમાં પાણીપુરીનું પાણી, મસાલો, બટેટાનો માવો, ચટણી વગેરેના 52 જેટલા નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.આ ઉપરાંત 1000 લીટર થી વધુ પાણીપુરીનું પાણીનો નાશ કરવામાં આવ્યો છે. અખાદ્ય બટેટા, ચણા અને ચટણીનો પણ નાશ કરાયો છે. પાણીપુરીના ધંધાર્થીઓ ખુલ્લામાં ધંધો કરતા હોય છે, અને તેનું પાણી તેમજ બટેટાનો માવો ખુલ્લામાં પડેલો હોવાથી તે ખાવાના ઉપયોગમાં લેવાના કારણે ઝાડા ઉલટી અને કમળો થઈ જવાના ચાન્સીસ વધુ રહે છે. આજે સવારે પણ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.