લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંક 75થી વધુ હોવાની આશંકા
- સરકારી ચોપડે મરણાંક 45નો પરંતુ- લઠ્ઠાકાંડ જાહેર થયો તે પહેલા બોટાદ અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 20 જેટલા શંકાસ્પદ મોત થયાં હતાં અને તેમની અંતિમવિધિ બારોબાર કરી દેવાઇ હતી- સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના 41 દર્દી : 20 ડાયાલિસિસ પર, ચારની હાલત ગંભીરઅમદાવાદ : ધંધુકા- બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં હવે તબક્કાવાર ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં લઠ્ઠાકાંડની વિગતો બહાર આવી તે પહેલા કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦થી વધારે લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જેમાં તેમની અંતિમ વિધી બારોબાર કરી દેવામાં આવી હતી. જેથી લઠ્ઠાકાંડનો બિનસત્તાવાર આંક ૭૫થી પણ વધુ હોવાની પુરેપુરી શક્યતા છે. જો કે પોલીસ કે સ્થાનિક તંત્ર મામલે ભેદી મૌન સમગ્ર બાબત પર ઢાકપીછોડા કરવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ દર્દીઓમાં હજુપણ ૧૦થી વધુ દર્દીઓની સ્થિતિ ગંભીર છે. આજે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ચાર દર્દીઓના મોત સાથે લઠ્ઠાકાંડમાં મૃત્યુનો આંક ૪૫ થયો છે. જો ંકે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે કે ધંધુકા અને બરવાળાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ઝેરી દારૂ પીધા બાદ ઘરે પહોંચ્યા રાતના સમયે જ ૨૦થી વધારે લોકોના શંકાસ્પદ મોત થયા હતા. પંરતુ, પરિવારજનોએ પોલીસ કે અન્ય સ્થાનિક તંત્રને જાણ કર્યા વિના કુદરતી મોત હોવાનુ કહીને જ બારોબાર અંતિમવિધી કરી દેવામાં આવી હતી. આ પૈકીના મોટાભાગના મૃતકો દેશી દારૂના બંધાણી હતા. પોલીસને ખાનગી રાહે તપાસ કરતા આ ચોંકાવનારી માહિતી મળી છે. પરંતુ, ચોક્કસ મૃત્યુઆંક છુપાવવાના ઇરાદેથી ૨૦ જેટલા શંકાસ્પદ મોત અંગેની વિગતો બહાર ન આવે તે માટે મૃતકોના પરિવારજનો તેમજ ગામના સરપંચો અને અન્ય સ્થાનિક અગ્રણીઓને મૌન રહેવા માટે સુચના આપી દેવામાં આવી છ. જો કે હજુપણ ૧૦૦થી વધી દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાં ૧૦થી વધુ દર્દીઓની સ્થિતિ અંત્યત નાજુક હોવાથી મૃત્યુઆકં હજુ પણ વધી શકે તેમ છે. દરમિયાનમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓની સંખ્યા વધીને હવે ૪૧ થઇ ગઇ છે. આ પૈકી ૨૦ દર્દીઓ ડાયાલિસિસ પર છે જ્યારે ચાર દર્દીઓની હાલત ગંભીર છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે રાત સુધી ૧૭ દર્દીઓ હતા અને તે હવે વધીને ૪૧ થયા છે. આ દર્દીઓ આકડુ, ખરાડીયું, ઉછડી, શેઢી, ધોળકા જેવા અમદાવાદની આસપાસના ગામમાંથી આવેલા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલમાં સારવાર લઇ રહેલા આ દર્દીઓમાં ૧ બાયપેપ-૩ વેન્ટિલેટર પર છે જ્યારે ૩૭ની હાલત સ્થિર છે. આ દર્દીઓમાંથી ૨૧થી ૩૦ની વયના ૬, ૩૦થી ૪૦ની વયના ૧૯, ૪૦થી ૫૦ની વયના ૧૦ જ્યારે ૫૦થી વધુ વયના ૬ છે.સારવાર લઇ રહેલા ક્રિટિકલ સિવાયના દર્દીઓને ખાસ હાલમાં ખાસ સમસ્યા નથી. હજુ પણ અનેક દર્દીઓને સતત વોમિટિંગ સહિતની સમસ્યા છે. આ દર્દીઓને રજા આપતાં અગાઉ સિવિલ હોસ્પિટલમાં કાઉન્સિલિંગ પણ આપવામાં આવશે. તેના અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશી-સિવિલનાં મનોચિકિત્સક વિભાગનાં વડાં ડો. મિનાક્ષી પરીખે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.