તૃણમુલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપમાં સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો - At This Time

તૃણમુલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપમાં સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો


- અભિનેતા ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતાં- 38 પૈકી 21 ધારાસભ્યો સીધા જ મારા સંપર્કમાં છે : મિથુન  : 294 સભ્યોવાળી પ.બંગાળ વિધાનસભામાં તૃણમુલ પાસે 216 જ્યારે ભાજપ પાસે ૭૫ ધારાસભ્યોકોલકાતા : અભિનેતામાંથી નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તૃણમુલ કોંગ્રેસના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૩૮માંથી ૨૧ સીધા જ મારા સંપર્કમાં છે. પત્રકાર પરિષદને સંબોધતા મિથુન ચક્રવતીએ જણાવ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જે પૈકી ૨૧ ધારાસભ્યો સીધા જ મારા સંપર્કમાં છે. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસે મિથુન ચક્રવર્તીના આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે અભિનેતા ખોટા દાવાઓ કરીને લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના ૧૮ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને અન્ય કેટલાક રાજ્યોમાં પણ ટૂંક સમયમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની લડાઇ બંધ કરશે નહીં. જો આજની તારીખે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં આવે તો ભાજપ સરકારની રચના કરી શકે છે. તૃણમુલના સાંસદ સંતાનુ સેને જણાવ્યું હતું કે આવા પ્રકારના નિવેદન લોકોને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. આવા દાવાઓને વાસ્તવિકતા સાથે કોઇ લેવાદેવા હોતા નથી.ઉલ્લેખનીય છે કે ૨૯૪ સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમુલ પાસે ૨૧૬ ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે ૭૫ ધાારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપના પાંચ ધારાસભ્યો તૃણમુલમાં જોડાઇ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.