ફેક ઈન્સ્ટા આઈડી બનાવી યુવકે યુવતીની બદનામ કરનાર સેટેલાઈટના યુવકની ધરપકડ
અમદાવાદ,તા.28 જુલાઈ 2022,ગુરૂવારયુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખનાર સેટેલાઈટને યુવકને સાયબર સેલે મંગળવારે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવકે આ કૃત્ય આચર્યું હતું.યુવક એકતરફી પ્રેમ કરતો હોવાની જાણકારી મળતા યુવતીએ મિત્રતા તોડી નાંખી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા યુવકે યુવતીને બદનામ કરવાનો નિર્ણય લીધો હતો. યુવક એકતરફી પ્રેમ કરતો હોવાની જાણ થતાં યુવતીએ મિત્રતા તોડી તેનો બદલો લેવા કૃત્ય આચર્યુંસેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે શિલીકોનવેલી એપાર્ટમેન્ટમાં રહેતાં દિપ વિપુલભાઈ કંસારા (ઉં,૨૦)ને સાયબર સેલે ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ દિપને ફરિયાદીની પુત્રી સાથે મિત્રતા કરી હતી. દિપ યુવતીનો એકતરફી પ્રેમમાં હોવાથી તેની સાથે પ્રેમસબંધ કેળવવા અંગેની વાતચીતો કરતો હતો. આ બાબતે યુવતીને જાણ થતાં તેણે દિપ સાથેની ફ્રેન્ડશીપ તોડી નાંખી હતી. દિપે યુવતીના નામની ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને અપશબ્દો અને બિભત્સ લખાણ લખી વાઈરલ કરી યુવતીની બદનામી થાય તેવું કૃત્ય કરતો હતો. આરોપીએ આ આઈડી યુવતી સાથે પ્રેમસબંધ રાખવા માટે બનાવેલ હોવાની કબૂલાત આપી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત એક આઈફોન જમા લઈ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.