સુરતના પાલનપુરની પરિણીતા સાથે મિત્રતા કેળવવા પૂર્વ પતિના મિત્રની કનડગત - At This Time

સુરતના પાલનપુરની પરિણીતા સાથે મિત્રતા કેળવવા પૂર્વ પતિના મિત્રની કનડગત


- તેરા ડિવોર્સ હો ગયા હૈ, તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે એમ કહી કોલ કર્યાઃ પરિણીતાએ ઇન્કાર કરતા પતિ સાથેના બિભત્સ ઓડીયો ક્લીપ વાળા ફોટો વાયરલ કર્યા સુરત,તા.28 જુલાઈ 2022,ગુરૂવારસુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારની પરિણીતાને તેના પૂર્વ પતિના મિત્રએ તેરા ડિવોર્સ હો ગયા હૈ, તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે એમ કહી કોલ કરવા ઉપરાંત પતિ સાથેના ફોટોમાં બિભત્સ ઓડીયો ક્લીપ વાળા ફોટો વાયરલ કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે. પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી પ્રિતી (ઉ.વ. 32 નામ બદલ્યું છે) એ પતિ વિનોદકુમારા તુલશાની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા લઇ વર્ષ 2021 માં બીજા લગ્ન કર્યા હતા. દરમિયાનમાં દસેક મહિના અગાઉ પ્રિતીના પૂર્વ પતિ વિનોદના મિત્ર ભરતસીંગ ઉર્ફે જશપાલસીંગનો પ્રિતી પર ફોન આવ્યો હતો અને તેરા ડિવોર્સ હો ગયા હૈ, તો મેરે સાથ ફ્રેન્ડશીપ કર લે, તુમ મેરે કો અચ્છી લગતી હૈ. જેથી પ્રિતીએ ફોન કટ કરી દીધો હતો. તેમ છતા વારંવાર ફોન કરી મિત્રતા કરવાનું અને ત્યાર બાદ ગાળાગાળી કરતો હતો. જેથી પ્રિતીએ ભરતસીંગનો નંબર બ્લોક કર્યો હોવા છતા અલગ-અલગ નંબર પરથી કોલ અને વ્હોટ્સએપ મેસેજ તથા વિડીયો કોલ કરી કનડગત કરવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી પ્રિતી અને તેના હાલના પતિના ફોટો ડાઉનલોડ કરી તેમાં બિભત્સ શબ્દો ઉચ્ચારતી વોઇસ ક્લીપ અને અશ્લીલ વિડીયો પ્રિતી અને તેના પતિ ઉપરાંત કૌટુંબિક લોકોને મોકલાવી બદનામ કરતો હતો. જેથી પૂર્વ પતિના મિત્ર ભરતસીંગની કનડગતથી કંટાળી છેવટે પ્રિતીએ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.