ટેરર મોડ્યૂલ મામલે અનેક જિલ્લામાં NIAના દરોડા, પટનામા અતહર પરવેજના ઘરે પણ છાપેમારી
- આ પહેલા પટના ટેરર મોડ્યૂલ મામલાના આરોપી નુરુદ્દીન જંગીના દરભંગા સ્થિત ઘર પર NIAની ટીમે દરોડા પાડ્યા છેપટના, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારફુલવારી શરીફ ટેરર મોડ્યૂલ મામલે PFI સરંક્ષક અતહર પરવેજના પટના સ્થિત ઘર પર NIAની ટીમે દરોડા પાડ્યા છે. NIAની ટીમ અતહર પરવેજના આખા ઘરમાં તલાશી કરી રહી છે. આ મામલે પટના પોલીસે પહેલા જ અતહર પરવેજની ધરપકડ કરી ચૂકી છે. હાલમાં તે જેલમાં છે. ફુલવારી શરીફ ટેરર મામલે ગુરૂવારે NIAની ટીમ એક્શનમાં આવી છે. NIAની ટીમે પટનાની સાથે-સાથે દરભંગા, મોતિહારી, નાલંદા પણ આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા છે. બીજી તરફ કિશનગંજ અને અરરિયાથી પણ રેડની ખબર આવી રહી છે.છેલ્લા દિવસોમાં અતહરહ પરવેજને પોલીસ રિમાન્ટ પર પણ લેવામાં આવ્યો હતો. આ દરમિયાન અતહરે અનેક ખુલાસા કર્યા હતા. આ અગાઉ પણ અતહરની ઓફિસમાં પટના પોલીસે દરોડા પાડ્યા હતા અને અનેક પુરાવા એકઠા કર્યા હતા. પટના પોલીસ દ્વારા મળેલા ફીડબેક અને પુરાવાના આધારે NIA દરોડા પાજડી રહી છે. અતહર બિહારમાં PFIની ગતિવિધિઓને મોટે પાયે ફેલાવી રહ્યો હતો. NIAએ સૌપ્રથમ ફુલવારીશરીફ અને તેનાથી સંબંધિત 2 કેસમાં PFIનો એક કેસ ટેકઅપ કર્યો છે અને તેને રિલેટેડ કેસ દાખલ કર્યો છે. ગઝવા એ હિંદ મામલે NIAની ટીમે મંથન જરૂર કર્યું છે. SIT પાસેથી પણ જરૂરી ફિડબેક લીધા છે. પરંતુ હજુ આ મામલાને પૂરી રીતે ટેકઅપ નથી કર્યો. એક અહેવાલ પ્રમાણે PFI સબંધિત મામલે જ NIAની ટીમ હાલમાં કાર્યવાહી કરશે. નસરુદ્દીન જંગીના ઘરની તલાશી લેવામાં આવીઆ પહેલા પટના ટેરર મોડ્યૂલ મામલાના આરોપી નુરુદ્દીન જંગીના દરભંગા સ્થિત ઘર પર NIAની ટીમે દરોડા પાડ્યા છે. ગુરુવારે NIAની 6 સભ્યોની ટીમ પટના ટેરર મામલે ધરપકડ કરાયેલ આરોપી નુરુદ્દીન જંગીના ઘરે ઉર્દૂ બજાર પહોંચી છે. NIAની ટીમ પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે. ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ તૈનાત છે. NIAની ટીમ લગભગ એક કલાકથી નુરુદ્દીન જંગીના ઘરમાં હાજર છે. આ જિલ્લાઓમાં પણ દરોડા ચાલુએક અહેવાલ પ્રમાણે દરભંગામાં 2 NIAની ટીમ દરોડા પાડી રહી છે. આ ઉપરાંત મોતિહારી, કિશનગંજ અને અરરિયામાં પણ NIAની ટીમ દરોડા પાડી રહી છે. દરભંગામાં 3 આરોપીઓના ઘરે એક સાથે દરોડા પાડ્યા છે. NIAની 3 ટીમમાં 21 સદસ્યો છે જેમાં 2 DSP રેંકના અધિકારી અને 3 ઈન્સપેક્ટરના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા છે. બીજી ટીમ સિંહવાડામાં શંકરપુરના સનાઉલ્લા ઉર્ફે આકીબ અને મુસ્તકીમના ઘરો પર દરોડા પાડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.