સાધુના વેશમાં નંદી સાથે ભિક્ષા માગી રહેલા 6 મુસ્લિમ યુવકોને ઢોર માર મરાયો - At This Time

સાધુના વેશમાં નંદી સાથે ભિક્ષા માગી રહેલા 6 મુસ્લિમ યુવકોને ઢોર માર મરાયો


- નિર્દયતાપૂર્વક માર-પીટ મામલે પોલીસે રાષ્ટ્રીય બજરંગ દળના નેતા અને અજાણ્યા લોકો સામે ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને સ્થાનિક શહેર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છેહાજીપુર, તા. 27 જુલાઈ 2022, બુધવારબિહારના હાજીપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા 6 લોકોની નિર્દયતાપૂર્વક માર-પીટ કરતા નજર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે જે 6 લોકોની માર-પીટ કરવામાં આવી રહી છે તે મુસ્લિમ યુવકો છે અને સાધુના વેશમાં ભિક્ષા માગી રહ્યા હતા. આ લોકો હાજીપુરના કદમઘાટ પર સાધુના વેશમાં નંદી બળદ સાથે ઊભા હતા. રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓને શંકા ગઈ અને તેમણે પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સાધુઓના વેશમાં ઊભેલા લોકો મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બજરંગ દળના લોકોએ તેઓને ખૂબ માર માર્યો હતો. પોલીસને સમાચાર મળ્યા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બની રહી અને બજરંગ દળના કાર્યકર્તા મુસ્લિમ યુવકોની પૂછપરછ કરતી રહયા.રાષ્ટ્રીય બજરંગ દળના લોકોએ પોલીસકર્મીઓની સામે પણ મુક્કા માર્યા હતા. બાદમાં તેઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યાં મુસ્લિમ યુવકોએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી આ કામ કરી રહ્યા છે તેમના પૂર્વજો પણ નંદી સાથે ભીખ માગતા હતા તેમની પરંપરા મુજબ તેઓ નંદી સાથે ફરે છે. પોલીસે તમામ યુવકોને પીઆર બોન્ડ પર મુક્ત કર્યા હતા. નંદી બળદને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે.શું છે સમગ્ર મામલોહાજીપુરમાં ગઈ કાલે રાષ્ટ્રીય બજરંગ દળના નેતાઓએ સાધુના વેશમાં ભિક્ષા માંગી રહેલા 6 મુસ્લિમ યુવકોને પકડ્યા હતા. સાધુના વેશમાં આ લોકો નંદી બળદ સાથે ઘરે-ઘરે ફરીને ભિક્ષા માગવાનું કામ કરતા હતા. રાષ્ટ્રીય બજરંગ દળના કેટલાક કાર્યકર્તા ઘટના સ્થળ પર પહોંચ્યા અને સાધુઓની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સાધુઓના વેશમાં ઊભેલા લોકો મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ નિર્દયતા અને નિર્લજ્જતાની તસવીરો નજર આવી. આ શકસ્પદોની પૂછપરછના નામે રાષ્ટ્રીય બજરંગ દળના નેતાઓએ તેમને લાતો મારવાનું શરૂ કર્યું. જ્યારે એક થાકી ગયો ત્યારે તેણે બીજાને લાકડીઓ આપી અને સતત  તેમને માર મારવાનું ચાલું રાખ્યું હતું. પોલીસને જાણ થતાં સ્થાનિક શહેર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બની રહી અને બજરંગ દળના કાર્યકર્તા મુસ્લિમ યુવકોની પોલીસના અંદાજમાં પૂછપરછ કરી રહ્યા હતા. મામલો પોલીસ અંદાજ સુધી પહોંચ્યો હોત તો ઠીક હતું પરંતુ અહીં બજરંગીઓ પોલીસકર્મીઓની સામે લાતો અને મુક્કા મારતા નજર આવ્યા હતા. સાધુ બનેલા મુસ્લિમ સમુદાયના લોકોની માર-પીટ મામલે પોલીસે તમામ 6 મુસ્લિમ સાધુઓને PR બોન્ડ પર મુક્ત કર્યા છે અને 6 નંદી બળદોને ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે નિર્દયતાપૂર્વક માર-પીટ મામલે પોલીસે રાષ્ટ્રીય બજરંગ દળના નેતા અને અજાણ્યા લોકો સામે ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને સ્થાનિક શહેર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.