કોરોના બાદ હવે Monkeypoxની ચિંતા: વિશ્વના 70 દેશોમાં ફેલાયેલા આ વાયરસની રસી ક્યારે મળશે ? - At This Time

કોરોના બાદ હવે Monkeypoxની ચિંતા: વિશ્વના 70 દેશોમાં ફેલાયેલા આ વાયરસની રસી ક્યારે મળશે ?


-અત્યાર સુધીમાં Monkeypox ની કોઇ રસી શોધાઇ નથીનવી દિલ્હી,તા. 27 જુલાઇ 2022, બુધવારવિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સ નામનો વાયરસ દુનિયામાં ભય ફેલાવી રહ્યો છે. ભારતમાં કેરળમાં મંકીપોક્સના બે કેસ નોંધાઇ ચૂક્યા છે. વિશ્વના 70 દેશમાં આ વાઇરસ ફેલાયેલ છે. ત્યારે સવાલ થાય કે શું કોરોનાની જેમ મંકીપોક્સની પણ વેક્સિન ઉપલબ્ધ છે કે નહી? હાલ, મંકીપોક્સને લઇને કોઇ વેક્સિન નથી બની, આ વિશે નીતિ આયોગના સદસ્ય જૉ વિકે પોલે જણાવ્યુ હતુ કે,"અત્યાર સુધીમાં Monkeypox ની કોઇ રસી શોધાઇ નથી. Smallpoxની વેક્સિન છે. અમે આ વિશે વિચારી રહ્યાં છે કે,શું Monkeypox ની વેક્સિન ડેવલપ કરી શકાય છે, આ વિશે અમે વેક્સિન કંપની નિર્માતાઓ સાથે વાતચીત પણ કરી રહ્યાં છે. જો Monkeypox માટે વેક્સિન બનાવવાની જરુર પડશે તો અમારી પાસે વેક્સિન બનાવવા માટે મજબૂત ક્ષમતા છે."મંકીપોક્સ સંક્રમિતમંકીપોક્સનો સૌ પ્રથમ કેસ ભારતમાં કેરલમાં નોંધાયો હતો.મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં એક વ્યક્તિ જેની ઉમર 30થી 40 વર્ષની વચ્ચેની છે,તે મંકીપોક્સ સંક્રમિત લાગતા લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખવ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ રાષ્ટ્રીય રાજધાનીમાં મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેમાના નથી.સૂત્રોએ જણાવ્યું કે દર્દીના શરીર પર ફોલ્લીઓ અને ઘા જોવા મળ્યા છે. તેના સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે, દિલ્હીના રહેવાસી, મંકીપોક્સથી પીડિત દર્દીના સંપર્કમાં આવેલા એક વ્યક્તિએ શરીરના દુખાવાની ફરિયાદ કરી છે અને અન્ય કોઈ લક્ષણોની તપાસ માટે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દીની સારવાર એલએનજેપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.