કાવડ યાત્રાને રસ્તા પરની નમાજ સાથે જોડીને ઓવૈસીએ તેને એક સમુદાય સાથે ભેદભાવનો મુદ્દો ગણાવ્યો - At This Time

કાવડ યાત્રાને રસ્તા પરની નમાજ સાથે જોડીને ઓવૈસીએ તેને એક સમુદાય સાથે ભેદભાવનો મુદ્દો ગણાવ્યો


- 'જો કાવડિયાઓ માટે ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય છે તો પછી નમાજ સામે જ શું વાંધો છે?'નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારહૈદરાબાદના સાંસદ તથા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં કાવડિયાઓ પર ફૂલનો વરસાદ કરવામાં આવ્યો તથા પ્રશાસન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેના સામે સવાલો કર્યા છે. ઓવૈસીએ એવો સવાલ કર્યો હતો કે, જો કાવડિયાઓ માટે ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય છે તો પછી નમાજ સામે જ શું વાંધો છે? જો એવું હોય તો પથી અમને પણ નમાજ પઢવા દેવામાં આવે. આર્ટિકલ 25 અંતર્ગત સૌને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે. ઓવૈસીએ કહ્યું હતું કે, લુલુ મોલમાં નમાજ પઢવા સામે એક્શન લેવાઈ, હકીકતે તે 18 સેકન્ડમાં પૂરી થઈ જાય છે. નમાજ પઢવાથી કોઈને શું નુકસાન થઈ જાય છે. આ તો એક સમુદાય સાથે ભેદભાવનો મુદ્દો છે. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते।यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF— Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 ઓવૈસીએ કહ્યું હતું કે, આ રીતે તમે એક સમુદાય સાથે ભેદભાવ કરી રહ્યા છો જે બંધારણની વિરૂદ્ધ છે. આ મામલે ભાજપવાળાઓ કલમ 25નો હવાલો આપશે પરંતુ તો એમ પણ જણાવો કે, નમાજ પઢવા સામે કોને વાંધો છે અને તેમને શું નુકસાન થઈ રહ્યું છે. જો તમારો નારો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ છે તો આ પ્રકારની કામગીરી તે મુજબ નથી થઈ રહી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.