RSS અને VHP ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી: પોલીસે કરી આરોપીની અટકાયત
નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારરાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઝંડેવાલાનમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસ અને વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ મળતા જ પોલીસે તરત VHP ઓફિસ પહોંચી અને આરોપી રામકુમારની અટકાયત કરી છે. સેન્ટ્રલ દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે 12:41 વાગ્યે સૂચના મળી હતી કે, ઝંડેવાલાનમાં સ્થિત વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓને કોઈએ ધમકી આપી છે કે, તે વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસને બોમ્બથી ઉડાવી દેશે. તે સ્થળ પર પહોંચતા રામકુમાર પાંડે નામનો વ્યક્તિ મળ્યો હતો જેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. તેની ઉંમર લગભગ 26 વર્ષ છે અને તે મધ્યપ્રદેશના સીધી સ્થિત ભટવાલી ગામનો રહેવાસી છે તેણે પોતાને ગ્રેજ્યુએટ ગણાવ્યો હતો અને તેના પિતા સિધીની સરકારી હોસ્પિટલમાં ડ્રાઈવર છે.પોલીસના જણાવ્યા પ્રમાણે 22 જુલાઈના રોજ તે પોતાની માસી સાથે દિલ્હી આવ્યો હતો જે ફતેહપુર બેરી વિસ્તારમાં રહે છે. દિલ્હી આવતા તે RSS ઓફિસ પહોંચ્યો હતો અને ત્યાં VHP ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. તેને ફરિયાદ હતી કે, તેના ગામના એક પરિવારને ઈસાઈ બનાવી દેવામાં આવ્યો પરંતુ કોઈ તેમના માટે કંઈ નથી કરી રહ્યું. આ જ વાતને લઈને તેને ગુસ્સો હતો. પોલીસે જણાવ્યું કે, તે RSS સમર્થક હોવાનો દાવો કરી રહ્યો છે પરંતુ તેને ફરિયાદ છે કે, RSSના વરિષ્ઠ અધિકારી આ મામલે કંઈ નથી કરી રહ્યા. તેમણે માત્ર ધ્યાન આકર્ષિત કરવા માટે RSS અધિકારીઓ સામે આ શબ્દો કહ્યા હતા. હાલમાં સ્પેશિયલ સેલ અને સ્પેશિયલ બ્રાન્ચનો સ્ટાફ પૂછપરછ કરી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.