લાલુ પ્રસાદની પુત્રી પણ હવે CBIના રડારમાં : હેમા યાદવની પ્રોપર્ટી ટ્રાન્સફર કેસમાં સંડોવણી
- CBIએ જમીનના બદલે નોકરી આપવાના કેસમાં ભોલા યાદવ ને હ્રદયાનંદ ચૌધરીની ધરપકડ કરી છેનવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારભૂતપૂર્વ રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવની પુત્રી હેમા યાદવ પ્રોપ્રટી ટ્રાન્સફરના કેસમાં CBIની રડાર ઉપર આવી ગઈ છે. હેમા યાદવના નામ ઉપર પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવાનો આરોપ છે. CBIએ જમીનના બદલે નોકરી આપવાના કેસમાં ભોલા યાદવ અને હ્રદયાનંદ ચૌધરીની ધરપકડ કરી છે. હ્રદયાનંદ ચૌધરી હાલમાં પટના ખાતેના રાજેન્દ્ર નગર ટર્મિનલ ઉપર કાર્યરત હતા. તેમણે લાલૂ યાદવની પુત્રી હેમા યાદવને માનેલાબહેન ગણાવ્યા હતા. ગોપાલગંજ જિલ્લાના ઉચકાગામ પોલીસ સ્ટેશન ખાતેના ઈટવા ગામના રહેવાસી રેલ્વે કર્મચારી હ્રદયાનંદ ચૌધરીએ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલૂ યાદવની પૂત્રી હેમા યાદવને પોતાની માનેલી બહેન કહીને તેમને જમીન ભેટમાં આપી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ બુધવારના રોજ રેલ્વે ભરતી ગોટાળાના મામલે ભોલા યાદવની ધરપકડ કરી છે. લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા તે વખતે ભોલા યાદવ તેમના OSD (Officer ON Special Duty) હતા. આ સિવાય CBIએ બિહારાના પટના અને દરભંગામાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. રેલ્વે ભરતી ગોટાળામાં નોકરીના બદલે જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ કેસમાં CBIની ટીમ છેલ્લા 6 દિલસોથી ભોલા યાદવની પૂછપરછ કરી રહી હતી. CBIના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અનેક જમીન લાલૂ પ્રસાદની પુત્રી હેમા યાદવના નામે ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.