એકના ડબલની વિધિ કરી રૂ.11 લાખ લઇ ચાર નાસી ગયા, મહિલા સહિત બે રોકડ સાથે ઝબ્બે
યુવકે હોસ્પિટલના કામના બહાને શેઠ પાસેથી રૂ.11 લાખ ઉછીના લીધા ’તા
ઘરે વિધિનો ઢોંગ કરી યુવકને કહ્યું, તમે રૂમમાં રહો એટલે રકમ ડબલ થઇ જશે
ગઠિયાઓ અવનવી લાલચ આપી છેતરપિંડી આચરતા હોય છે આવી જ એક લાલચમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફસાયો હતો, એકના ડબલ કરવાની વિધિના બહાને એક મહિલા સહિત ચાર શખ્સ કુવાડવા રોડ પર એક મકાનમાં આવ્યા હતા અને કર્મચારીએ રૂ.11 લાખ વિધિમાં મુક્યા હતા, થોડીવાર વિધિનો ઢોંગ કરી મહિલા સહિત ચારેય શખ્સ નાસી છૂટ્યા હતા, જોકે પોલીસે મહિલા સહિત બેને તમામ રોકડ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.