વિંછીયા તાલુકાના લાલાવદર પ્રાથમિક શાળાને એવોર્ડ એલાન કરવામાં આવ્યો
લાલાવદર પ્રાથમિક શાળાની વધુ એક સિદ્ધિ
ભારત સરકાર દ્વારા અપાતો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર - 2022 માં રાજકોટ શહેર અને જિલ્લાની આશરે 2336 થી વધારે સરકારી તેમજ ખાનગી શાળાઓએ ભાગ લીધેલ હતો, તેમાં ઓવરઓલ રેટિંગ અને વિવિધ કેટેગરીમાં 38 શાળાઓએ નંબર પ્રાપ્ત કરેલ.જેમાં શ્રી લાલાવદર પ્રા.શાળા તા.વિછીયા તમામ (ઓવરઓલ) કેટેગરીમાં તૃતીય ક્રમાંકે આવતાં માનનીય કલેકટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, DIET ના પ્રાચાર્યશ્રી તેમજ સમગ્ર શિક્ષાના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા એવોર્ડની સાથે સાથે શાળાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નાં હસ્તે સ્વચ્છતા પ્રમાણપત્ર તેમજ 10,000 રૂપિયાની પુરસ્કાર રાશિ પણ અર્પણ કરવામાં આવી..
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મેળવવા બદલ શાળાના વિદ્યાર્થીઓ, smc ,લોક સમુદાય તેમજ શાળાના સમગ્ર સ્ટાફને ખુબ ખુબ શુભેચ્છાઓ.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.