પુર્વાંચલ એક્સપ્રેસવે પર બે બસોની ભિષણ ટક્કર, 8નાં મોત
- પાર્ક કરાયેલી બસને બીજી બસે ટક્કર મારી - 16 લોકો ગંભીર રીતે ઘાયલ, વડાપ્રધાન મોદી અને સીએમ યોગીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી લખનઉ : ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં પુર્વાંચલ એક્સપ્રેસવે પર બે બસોની વચ્ચે ભારે ટક્કર થતા આઠ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક્સપ્રેસવે પર પાર્ક કરેલી એક બસ સાથે દિલ્હી જઇ રહેલી એક બસની ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક એસપી અનુરાગ વત્સે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે યમુના એક્સપ્રેસવે પર પાર્ક કરાયેલી એક બસની સાથે બિહારથી દિલ્હી તરફ જઇ રહેલી બસની પરોઢીયે ૪.૪૫ વાગ્યે ભિષણ ટક્કર થઇ હતી. જોકે જે બસની સાથે ટક્કર થઇ તે પણ બિહારથી દિલ્હી તરફ જ જઇ રહી હતી. બસમાં કુલ ૩૬ મુસાફરો સવાર હતા જેમાંથી આઠ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૬ લોકો ગંભીર રીતે ધવાતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે ઘાયલોને સરકાર તરફથી પુરતી સહાય મળી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.