કેન્સર, ડાયાબિટીસ, કિડની જેવી ગંભીર બીમારીની દવાઓ સસ્તી થવાની શક્યતા
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આજે ફાર્મા કંપનીઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા- સરકાર 15મી ઓગસ્ટે નિર્ણય અંગે જાણ કરે તેવી શક્યતા : હાલ 355 દવાની કિંમતો પર નિયંત્રણનવી દિલ્હી : હાલ પણ કેંસર, ડાયાબિટીસ સહિતની ગંભીર બીમારીઓની દવાઓ ઘણી જ મોંઘી મળી રહી છે. જેની અસર ગરીબ દર્દીઓ પર વધુ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર આ ગંભીર બીમારીઓની દવાઓના ભાવમાં ઘટાડો કરી શકે છે. ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે આ અંગે જાહેરાત કરવામાં આવે તેવા અહેવાલો છે. હાલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેપાર માર્જિન રેશનલાઇજેશન (ટીએમઆર) હેઠળ આવતી દવાઓની યાદીને અંતિમ રુપ આપવા માટે મોટી ફાર્મા કંપનીઓની બેઠક બોલાવી છે. ૨૬મી તારીખે આ બેઠક યોજાવાની છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દવાઓની કિમતોના ઘટાડા અંગે ચર્ચા કરી શકે છે. ખાસ કરીને કેંસર, ડાયાબિટીસ, કિડની કે હાર્ટની બિમારીઓ માટે ઉપયોગી સાબિત થતી દવાઓની કિમતો ઘટાડવામાં આવી શકે છે. જોકે આ અંગે કોઇ જ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી હજુસુધી કરવામાં નથી આવી. આ માટે ટ્રેડ માર્જિન નક્કી કરવામાં આવી શકે છે. હાલ ડ્રગ રેગ્યુલેટર એનપીપીએએ ૩૫૫ દવાઓની કિંમતો પર કેપ લગાવી રાખી છે. આ દવાઓ એનએલઇએમમાં સામેલ છે. આ દવાઓ પર હોલસેલર્સ માટે ટ્રેડ માર્જિન આઠ ટકા અને રિટેલર્સ માટે ૧૬ ટકા છે. સરકારે દવાઓના ભાવ ઘટાડવા માટે કેટલાક પ્રસ્તાવ તૈયાર કર્યા છે પણ અંતિમ નિર્ણય હજુસુધી નથી લેવામાં આવ્યો. આ ગંભીર બિમારીઓમાં ઉપયોગી દવાઓની કિમત હજુ પણ બહુ જ વધુ છે. જેને પગલે ગરીબો માટે હજુ પણ આ દવાઓની ખરીદવી મોંઘી પડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.