ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાને કારણે 9 લોકોના મોત - At This Time

ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાને કારણે 9 લોકોના મોત


લખનૌ, તા. 26 જુલાઈ 2022, મંગળવારઉત્તરપ્રદેશમાં મોસમની મહેરબાની સાથે-સાથે વીજળીના કારણે સતત લોકોના મોત થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાને કારણે અલગ-અલગ વિસ્તારોમાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. સોમવારે સાંજે વીજળી પડવાને કારણે પ્રયાગરાજમાં 5 અને ભદોહીમાં 2 અને મઉમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત ચિત્રકૂટમાં પણ એકનું મોત થઈ ગયું હતું અને યુપીના અલગ-અલગ વિસ્તારોમાં ડઝનો લોકો ઘાયલ થયા છે.પ્રયાગરાજમાં 5ના મોતમાત્ર પ્રયાગરાજની વાત કરીએ તો સોમવારે વીજળી પડવાને કારણે 5 લોકોના મોત થયા છે. જિલ્લાના અલગ-અલગ સ્થળોએ થયેલી દુર્ઘટનામાં આ મોત થયા છે. મૃતકોમાં 4 મહિલાઓ સામેલ છે. વીજળી પડવાથી 10 લોકો દાઝી પણ ગયા છે તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. દાઝી ગયેલા લોકોમાં 2ની હાલત ગંભીર છે. ભદોહીમાં 2ના મોતબદોહી જિલ્લામાં સોમવારે સાંજે વીજળી પડવાને કારણે એક બાળક સહિત બે લોકોના મોત થઈ ગયા છે. જિલ્લાના ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલપુર ગામમાં અચાનક વીજળી પડવાથી ડાંગરની રોપણી કરી રહેલા કુસુમ દેવી (33) અને આદર્શ યાદવ (10)ના મોત થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના સરાય લાખાંસી પોલીસ સ્ટેશન વિસ્તારના તાહિરપુર ભુજવા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.