પોતાની જ પુત્રી અને જમાઇને મોતને ઘાટ ઉતાર્યા પિતાએ..કારણ ચોંકાવનારુ - At This Time

પોતાની જ પુત્રી અને જમાઇને મોતને ઘાટ ઉતાર્યા પિતાએ..કારણ ચોંકાવનારુ


નવી દિલ્હી,તા. 26 જુલાઇ 2022, મંગળવાર તમિલનાડુમાં એક પિતાએ જ પોતાની પુત્રી અને જમાઇને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જ્યારે પિતાએ પુત્રીને આર્શીવાદ આપવાના હોય તે સમયે હત્યા કરીને પોલીસને પણ ચોંકાવી દીધા છે. આટલુ જ નહી પિતા હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં જઇને પોતાનો અપરાધ પણ કબુલે છે.શું છે આખી ઘટના?આ સનસનાટીભરી ઘટના તમિલનાડુના તુતીકોરિન શહેરની છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ કપલના લગ્ન થયા બાદ મહિલાના પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે દંપતી મદુરાઈમાં પોલીસ સમક્ષ હાજર થયા અને મહિલાએ દાવો કર્યો કે, "બંને પુખ્ત વયના છે અને પોતાની મરજીથી લગ્ન કર્યા છે".તુતીકોરીનના વરિષ્ઠ પોલીસ અધિકારી બાલાજી સરવનને જણાવ્યું હતું કે, "દંપતીએ પોલીસ સ્ટેશનમાંથી વીડિયો કોલ પર મહિલાના માતા-પિતા સાથે પણ વાત કરી હતી, પરંતુ મહિલાના પિતા ગભરાઈ ગયા હતા. વડીલો દ્વારા પિતાને સમજાવવામાં આવ્યા પણ તે સમજ્યા નહોતા.  પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દંપતીની તેમના જ તેમના ભાડાના મકાનમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કર્યા બાદ મહિલાના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતે જ પોતાની પુત્રી અને જમાઇની હત્યા કરી છે તે પોલીસ સમક્ષ કબૂલ્યુ.પોલીસ પણ આ સાંભળીને દંગ રહી ગઇ હતી.  દંપતી એક જ અનુસૂચિત જાતિનું હતું. મહિલા કોલેજ સ્ટુડન્ટ છે અને તેના પતિએ સ્કૂલ પછી અભ્યાસ કર્યો નથી અને તે મહિલાના પરિવાર માટે એક મોટી સમસ્યા હતી.મળતી માહિતી પ્રમાણે જમાઇ ઓછુ ભણેલો હતો જેના કારણે પિતા નારાજ હતા અને આજ કારણે બંનેની હત્યાનો અંજામ આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.