લખમીપુર ખીરી હિંસા: હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી
લખનૌ, તા. 26 જુલાઈ 2022, મંગળવારઅલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ તથ્યોને ધ્યાનમાં રાખી આશિષ મિશ્રાને જામીન પર છોડી શકાય નહીં. આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દેતા જસ્ટિસ કૃષ્ણ પહલની સિંગલ બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો.કેસની દલીલો દરમિયાન આરોપીઓ વતી કહેવામાં આવ્યું હતું કે, ફરિયાદ પક્ષના કાવતરા મુજબ આશિષ મિશ્રા થાર વાહનમાં હાજર હતો અને તેણે ડ્રાઈવરને ભીડને ઓવરબોર્ડ કરવા માટે ઉશ્કેર્યો હતો.આ અગાઉ 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ હાઇકોર્ટે આશિષને જામીન આપ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે મંજૂર જામીન નામંજૂર કર્યા પછી સુનાવણી હાઈકોર્ટમાં પાછી મોકલી હતી અને કહ્યું હતું કે, પીડિત પક્ષને સુનાવણીની સંપૂર્ણ તક આપીને આશિષની જામીન અરજી પર નવો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારપછી હાઈકોર્ટ નવેસરથી સુનાવણી કરી રહી હતી. તે દરમિયાન 9 મે 2022ના રોજ હાઈકોર્ટે આ કેસમાં ચાર સહ-આરોપીઓની જામીન અરજીઓ એ આધાર પર ફગાવી દીધી હતી કે તેઓની પહોંચ મોટા રાજકીય નેતાઓ સુધી હતી તેથી તેઓ મુક્તિ પર સુનાવણી દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી શકે છે.લખીમપુર ખીરીમાં ખેડૂતોનું એક જૂથ ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સામે વિરોધ કરી રહ્યું હતું ત્યારે થાર જીપે કથિત રીતે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. તેનાથી આક્રોશમાં આવીને પ્રદર્શનકારીઓએ ભાજપના બે કાર્યકર્તાઓ અને એક ચાલકની કથિત રીતે માર-પીટ કરીને મારી નાખ્યા હતા તેમાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થઈ ગયું હતું. ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે, તે વાહનમાં આશિષ મિશ્રા હતો જેણે પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા હતા. જોકે, આશિષ મિશ્રાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.