નવસારી: મંદિર તોડવાનો વિરોધ કરતી મહિલા સામે પોલીસે શૂરવીરતા દેખાડી
નવસારી, તા. 26 જુલાઈ 2022, મંગળવારનવસારીમાં સર્વોદયનગરમાં ગત રાત્રે પાલિકાએ સોસાયટીના પ્રચંડ વિરોધ વચ્ચે મંદિરને ગેરકાયદેસર ગણાવી તોડી પાડ્યું હતું. તેથી ત્યાંના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર સર્વોદયનગરમાં આવેલ મંદિરને ગેરકાયદેસર ગણાવી તોડવા માટે પહોંચ્યું હતું. આ દરમિયાન ત્યાંની સ્થાનિક મહિલાઓ મંદિરને ઘેરી લીધુ હતું અને મંદિર તોડવા આવેલા તંત્રને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન પોલીસે મહિલા સામે શૂરવીરતા દેખાડી હતી અને તેમને પકડીને લઈ ગઈ હતી. લોકોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, જો મંદિર ગેરકાયદેસર હોય તો તોડી નાખો તેનો વિરોધ નથી પરંતુ આજ તંત્ર લોકોને અડચણરૂપ બનતા અન્ય મંદિરો રોડ રસ્તાની વચ્ચે રહેલા અન્ય મંદિરો તોડવાની તસ્દી કેમ નથી લેતું. આક્રોશ વ્યક્ત કરતા જનતાએ જણાવ્યું કે, માની લઈએ કે, મંદિર ગેરકાયદેસર છે પરંતુ આ એક જ બાંધકામ કેમ ધ્યાનમાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.