ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા બે મિત્ર એ યુવતી પર બળાત્કાર ગુજાર્યો - At This Time

ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા બે મિત્ર એ યુવતી પર બળાત્કાર ગુજાર્યો


વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે મિત્રોએ ૧૭ વર્ષની યુવતી પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ બે મિત્રો વિરુદ્ધ બળાત્કાર, અપરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે બળાત્કાર ગુજારનાર બંને આરોપીની અટકાયત કરી છે. જ્યારે યુવતી સાથે દુષ્કર્મ ગુજારવા માટે રૂમ આપનાર અન્ય ઈસમને સહ આરોપી તરીકે દર્શાવી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.17 વર્ષની એક યુવતી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માણેજાના એક યુવાનના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન તેઓ વચ્ચે થયેલા અવારનવાર સંપર્કમાં યુવાને યુવતીના અંગત પળોના કેટલાક ફોટા લઈ લીધા હતા. ત્યારબાદ આ ફોટા તેણે પોતાના મિત્રને પણ આપ્યા હતા. સેક્સ નહીં કરવા દે તો તારા અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઈશું તેમ જણાવી બંને મિત્રોએ અવારબનવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અંદાજે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી બંને મિત્રોએ વારંવાર યુવતી પર એની મરજી વિરુદ્ધ તથા તે નાબાલીક હોવા છતાં તેના પર પોતાના મિત્રને ત્યાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને યુવાનોએ સેક્સ માટેની માંગણી કર્યા કરતા કંટાળેલી પિડીતાએ તેની આપવીતી પરિવારજનોને જણાવી હતી. આખરે પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપતા ૧૭ વર્ષીય યુવતીએ મકરપુરા પોલીસ મથકે બંને ઈસમો વિરુદ્ધ બળાત્કાર, અપરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ગુનો દાખલ કરવાની સાથે પોલીસ ટીમ એક્શનમાં આવી હતી અને બંને યુવાનોને તેના ઘરેથી અટકાયત કરી હતી. આ સાથે બંને આરોપીઓના મેડિકલ ચેકઅપ તેમજ યુવતીનું પણ મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. શારીરિક સંબંધ બાંધવા માટે આ બંને યુવાનો એના અન્ય એક મિત્રના રૂમનો ઉપયોગ કરતા હતા જેથી પોલીસે રૂમ આપનાર બંને યુવાનોના અન્ય મિત્રને સહ આરોપી તરીકે દર્શાવી તેની શોધખોળ કરવા સાથે તેની પણ અટકાયત બાદ ધરપકડ સુધીની કાર્યવાહી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.