બરોડા ડેરીની એજીએમ બાદ હોબાળો, 99 કરોડનો ભાવફેર જાહેર
વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારબરોડા ડેરીની આજે મળેલી એજીએમમાં દૂધ ઉત્પાદકોને 99 કરોડનો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ દૂધ ઉત્પાદકોને ચૂકવી દીધેલા 27 કરોડનો સમાવેશ થાય છે. આ તબક્કે એજીએમ પૂરી થયા બાદ ભાવફેરના મુદ્દે બે ચાર સભાસદોએ વધુ ભાવ ફેર માટે રજૂઆત કરતા હોબાળો થયો હતો.બરોડા ડેરીની આજે મળેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં ડેરીનું ટર્નઓવર 1400 કરોડને પાર્ક કરી ગયું હોવાનું જાહેર કરાયું હતું. ડેરીના પ્રમુખ ઉપપ્રમુખે આગામી વર્ષ માટેની નવી યોજનાઓ તેમજ લક્ષ્યાંકો રજૂ કર્યા હતા. જેમાં ડેરીનું દૈનિક દૂધ કલેક્શન દસ લાખ લીટર કરવા ઉપર ભાર આપવામાં આવ્યો હતો.સભા પૂરી થઈ ગયા બાદ કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. જે દરમિયાન એક સદસ્ય એ લાંબી રજૂઆત કરતા આગળ બેઠેલા લોકોએ મુદ્દાસર રજૂઆત કરવા કહ્યું હતું. જેથી રજૂઆત કરનાર સુધીર બારોટ નામના સદસ્યે તમે ભાગોળ સુધી ભણેલા નથી... તેમ કહેતા હોબાળો થયો હતો. જેથી પોલીસ આવી ગઈ હતી અને હોલ ખાલી કરાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.