બોટાદ લઠ્ઠાકાંડમાં 30ના મોત, 51 લોકો સારવાર હેઠળ: DGP
અમદાવાદ, તા. 26 જુલાઈ 2022, મંગળવારઅમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે કેમિકલ પદાર્થ અંગેની માહિતી પોલીસને મળી હતી. જિલ્લાના કેટલાક ગામડાઓમાં લોકોએ કેમિકલ પદાર્થ સેવન કર્યું હતું અને કેટલાક લોકોને કેમિકલ પદાર્થની અસર થઈ હતી. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. સાથે જ ભાવનગર અને અમદાવાદના 51 લોકો સીવીલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમમાં 22 લોકો બોટાદના હતા અને અમદાવાદ ગ્રામ્યના 6 લોકોના મોત નીપજ્યાં છે. અન્ય 2 લોકોના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.વધુ વાંચો : દારૂ નહિ પણ પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ થતાં લઠ્ઠાકાંડ થયો: DGP ભાટિયાલઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં કુલ 14 આરોપીઓ સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ બોટાદ જીલ્લાના રાણપુર ખાતે 11 આરોપીઓ સામે એક ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા પોલીસ સ્ટેશનમાં કુલ 5 અકસ્માત મોતના બનાવે દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ચાલી રહેલ છે અને જો તેમાં પણ મૃત્યુ ઝેરી કેમીકલની અસરથી થયેલ હોવાનું જાણવા મળશે તો ગુનો દાખલ કરવામાં આવશે. લઠ્ઠાકાંડ મામલે મુખ્ય આરોપી સહીત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ બનાવોની તપાસમાં સ્થાનિક જીલ્લાની પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાયેલી છે. હાલમાં તપાસ ટીમ દ્વારા મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ અને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. લઠ્ઠાકાંડ મામલે તપાસમાં હાલ સુધી આ બનાવો ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી બનેલ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં 24 કલાકની અંદર જ આ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહીનું એફ.એસ.એલ.ગાંધીનગર દ્વારા પૃથ્થકરણ કરતાં તેમાં કુલ 68.71 તથા 68.29 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમની મેડીકલ ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંદર્ભે એફ.એસ.એલ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. આ લઠ્ઠાકાંડમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને તમામ જવાબદાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.વધુ વાંચો : જાણી જોઈને દેશી દારૂમાં ઉમેરાયુ હતુ કેમિકલ: ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ, 14 સામે પોલીસ ફરિયાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.