રાજકોટ જિલ્લામાં 7 પશુના મોત, પડધરીમાં સંક્રમણ વધુ, 748 પશુઓમાં લક્ષણો જોવા મળ્યા
રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પશુઓમાં અને ખાસ કરીને ગૌમાતાઓમાં લમ્પી સ્કિન ડિસીઝનો ઉપદ્રવ વધતા માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ ગામડે ગામડે ગૌધન પર આ વાઇરસની વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે ત્યારે માલધારીઓ દ્વારા ઠેરઠેર ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, આ અંગે રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી ડો. કે. યુ. ખાનપરાએ મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લમ્પીથી સત્તાવાર રીતે 7 પશુઓનાં મોત થયા છે. પડધરી તાલુકામાં લમ્પીનું સંક્રમણ વધુ ફેલાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.