કચ્છના ૪૩૦ ગામમાં ૩૦૯૨૬ ગાય અને ભેંસોમાં લમ્પી રોગ, ૮૨૧ પશુઓના મોત
ભુજ, રવિવારકચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણેક માસાથી પશુઓમાં લમ્પી રોગે દેખા દીધી છે. માલાધારીઓ જેને માતા નામના રોગ તરીકે ઓળખે છે તે લમ્પી રોગ કચ્છમાં સૌ પ્રાથમ લખપત તાલુકાના અકરી ગામે નોંધાયો હતો. ત્યારબાદ નખત્રાણા તાલુકાના મોસુણા ગામે અને પછી તબક્કાવાર કચ્છના જુદા જુદા ગામોમાં લમ્પી રોગના પશુઓમાં કેસો જોવા મળ્યા. છેલ્લા એકાદ મહિનાથી આ વાયરસ જીવલેણ બની ગયો છે. પરિણામે, કુંભકર્ણી નિંદ્રામાંથી જાગેલી સરકાર હવે અસરકારક કામગીરીના દાવા કરે છે. કચ્છના ૪૩૦ ગામોમાં ૩૦૯૨૬ ગાય ભેંસો લમ્પી રોગમાં સપડાઈ છે તેવુ રેકર્ડ પર જાહેર કરવામાં આવ્યુ છે જો કે, આ આંકડો સાચો જ છે કે કેમ? તેવા અનેક સવાલો પેદા થયા છે. કેમ કે કચ્છના ગામેગામ લમ્પી રોગનો વાયરસ જોવા મળે છે કચ્છમાં માનવ ધનની સામે પશુાધનની સંખ્યા વધુ છે. તો બીજીતરફ અત્યાર સુાધી ૮૨૧ પશુઓના મોત થયાનો દાવો ખુદ તંત્ર કરે છે. જિલ્લાના પશુપાલન વિભાગે આજે એક યાદી બહાર પાડીને દાવો કર્યો છે કે, હાલની સિૃથતિએ કચ્છ જિલ્લાના દશ તાલુકાઓ મળી કુલ ૪૩૦ ગામોમાં ૩૦,૯૨૬ ગાય-ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝના કેસો જોવા મળેલ છે. અને અત્યાર સુાધી જિલ્લામાં કુલ ૮૨૧ પશુઓના મરણ લમ્પી સ્કીન ડીસીઝના કારણે થયેલ છે. તેમજ ૯૯૭૮૭ નિરોગી પશુઓનો રસીકરણ કરાયુ છે.કોરોનાન માફક પશુઓના મોતના આંકડા પણ છુપાવાતા હોય તેવો તાલ જોવા મળે છે. વળી, લમ્પી વાયરસના પગલે ઉહાપોહ થતા તેમજ સામાજીક સંસૃથાઓ દ્વારા સારવારની પહેલ કરતા સરકાર હવે જાગી છે. ત્યારે, અસરગ્રસ્ત ગામમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુાધી ૯૯,૭૮૭ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલું છે. જેમાં પશુપાલન ખાતુ અને જિલ્લા પંચાયત સ્વભંડોળ ઉપરાંત સૃથાનિક સ્વૈછિક સંસૃથાઓ દ્વારા પણ સહાય આપવામાં આવેલી છે તેવો પશુપાલન વિભાગે દાવો કર્યો છે.હાલમાં જિલ્લા પશુપાલનના ૧૫ પશુચિકિત્સા અિધકારીઓ, ૨૮ પશુાધન નિરિક્ષકો અને ૨૪ આઉટસોર્સ્ડ પશુચિકિત્સક વાહનો સાથે, ડેરી સંઘ તાથા સૃથાનિક સ્વૈછિક સંસૃથાઓના સહયોગાથી રોગના સઘન સર્વે, સારવાર, રસીકરણની કામગીરી પ્રગતિમાં હોવાનો પણ દાવો કરાયો છે.તમામ પશુપાલકોને પશુમાં આ રોગના ચિન્હો દેખાય કે તરત પશુના સારવાર અને રસીકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરવો આૃથવા જિલ્લાના સરકારી પશુદવાખાનાનો સંપર્ક કરવો. રોગીષ્ટ પશુને તાત્કાલિક અલગ કરવા અને પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને પશુમાં રોગપ્રતિકારક શક્તિ વાધે અને ખોરાક જળવાઇ રહે તે માટે પશુચિકિત્સકની સલાહ મુજબ ઘરગથૃથુ માવજત કરવા સલાહ છે. સાથોસાથ અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની સરકારની કામગીરીમાં સાથ અને સહકાર આપવા અનુરોધ કરાયો છે.જિલ્લા પંચાયત કચ્છ દ્વારા પશુઓમાં રોગચાળા અટકાવવાના આશયાથી તેઓના સ્વભંડોળમાથી રૃ/-૧૦ લાખ મંજૂર કરવામાં આવેલ છે. કુલ ૫૮ ટીમો દ્વારા ગામેગામ સર્વે, સારવાર, રસીકરણની કામગીરી પ્રગતિમાં હોવાનું નાયબ ૫શુપાલન અિધકારી ડો.હરેશભાઈ ઠકકરે જણાવ્યુ હતુ.વધારાના ૧૦ પશુધન નિરિક્ષક અને ૩૩ આઉટસોર્સડ પશુચિકિત્સકોની ફાળવણીકચ્છ જિલ્લામાં વાધારાના ૧૦ પશુાધન નિરિક્ષક અને ૩૩ આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવેલ છે. હાલ અગ્રતાના ધોરણે જિલ્લાની ગૌશાળા- પાંજળાપોળમાં રસીકરણ તાથા સારવાર આપવાની કામગીરી શરૃ કરવામાં આવી છે અને આગામી ૧૫ દિવસમાં જિલ્લાના તમામ બિનઅસરગ્રસ્ત પશુઓમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાંથી કુલ ૧૦-૧૦ મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી તાથા ૧૦ પશુ ધન નિરીક્ષક કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મ રોગ-LSDની કામગીરી આૃર્થે ફાળવવામાં આવ્યા હતા.જેમાંથી ૩ - રાપર, ર - ભચાઉ, ૩ - મુન્દ્રા, ર - અંજાર, અને ૧ - ગાંધીધામ ખાતે ફાળવવા અત્રેાથી આદેશ કરેલ છે. જેઓ તા.૨૩/ ૦૭/ ૨૦૨૨થી તાલુકાકક્ષાએ કામગીરી શરૃ કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.