જામનગરમાં મંગલ બાગ વિસ્તારમાં એક કારમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી - At This Time

જામનગરમાં મંગલ બાગ વિસ્તારમાં એક કારમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી


- દારૂનો નશો કરી રહેલા કારચાલક સહિતના બે શખ્સો ભાગી છુટતાં પોલીસે ગુનો નોંધ્યો- દારૂની સામગ્રી સાથેની રેઢી પડેલી કારનો કોઈ વ્યક્તિએ ઉતરેલો વિડીયો શહેરભરમાં વાયરલ થયોજામનગર તા.25 જુલાઈ 2022,સોમવારજામનગરના મંગલબાગ વિસ્તારમાં ગત મોડી રાત્રે બે શખ્સોએ કારમાં દારૂની મહેફીલ માણી રહ્યા હોવાની પોલીસને માહિતી આપી હતી, દરમિયાન પોલીસ જીપ આવી પહોંચતાં કારચાલક સહિતના બે શખ્સો તેમાંથી ભાગી છુટ્યા હતા. પોલીસે કાર અને દારૂ તથા તેને લગતી સામગ્રી કબજે કરી લીધી છે, અને કાર ચાલક સહિતના બે શખ્સોને ફરારી જાહેર કર્યા છે.જામનગરમાં મંગલબાગ વિસ્તારમાં એક લાલ કલરની કાર પાર્ક કરેલી છે, અને તેમાં બેઠેલા શખ્સો દારૂની મહેફીલ માણી રહ્યા છે, તેવી કોઈએ ટેલીફોનિક જાણકારી પોલીસને કરી દીધી હતી.જેથી સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે પોલીસની જીપને આવતી જોઈને કારમાં બેઠેલા બે શખ્સો પોતાની કાર રેઢી મૂકીને ત્યાંથી ભાગી છુટ્યા હતા. પોલીસ ટુકડીએ કાર નું નિરીક્ષણ કર્યું હતું, જે નિરીક્ષણ દરમિયાન કારમાંથી ઇંગ્લિશ દારૂની બાટલી, અને ગલાસ, પાણીની બોટલ, સોડા બોટલ તથા નાસ્તો વગેરે સામગ્રી મળી આવી હતી.પોલીસે જી.જે.-૧૦ એ.સી. ૭૯૮૨ નંબરની બે લાખની કાર કબજે કરી લીધી છે, અને બે અજાણ્યા શખ્સો સામે જાહેરમાં દારૂની મહેફીલ માણવા સંબંધે ગુનો નોંધ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જે સમયે દરોડો પાડયો ત્યારે રેઢી પડેલી કાર, કે જેને ખોલીને પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું હતું. આ સમયે કેટલાક લોકો એકત્ર થયા હતા, અને તેઓએ કાર સાથેનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો હતો. જે વિડિયો જામનગરના સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.