નોબેલ વિજેતા અમર્ત્ય સેને 'બંગ વિભૂષણ' એવોર્ડ સ્વીકારવાનો કર્યો ઈનકાર - At This Time

નોબેલ વિજેતા અમર્ત્ય સેને ‘બંગ વિભૂષણ’ એવોર્ડ સ્વીકારવાનો કર્યો ઈનકાર


- 'બંગ વિભૂષણ' એવોર્ડ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં સેવાઓનું સમ્માન કરવા માટે આપવામાં આવે છેનવી દિલ્હી, તા. 25 જુલાઈ 2022, સોમવારનોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને 'બંગ વિભૂષણ' એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. આ વિશેષ સમ્માન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી આપવામાં આવે છે. સેને રાજ્ય સરકારના અધિકારીઓને જુલાઈના પ્રથમ અઠવાડિયે જ સૂચના પહોંચાડી દીધી હતી કે, એવોર્ડ સમારંભ તેઓ ભારતમાં નથી. બંગાળ સરકાર તરફથી આ એવોર્ડ સોમવારે કોલકાતામાં આપવામાં આવશે. સેનના પરિવારના એક સદસ્યએ જણાવ્યું કે, તેઓ હાલમાં યુરોપમાં છે. સેનની દીકરી અંતરા દેવ સેને જણાવ્યું કે, તેમને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે અને તેઓ ઈચ્છે છે કે, 'બંગ વિભૂષણ' એવોર્ડ બીજાને આપવામાં આવે.વામ મોર્ચાએ એવોર્ડ ન લેવાની અપીલ કરી હતીઆ અગાઉ વામ મોર્ચાએ નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન અને અભિજીત વિનાયક સેન સહિત અન્ય બુદ્ધિજીવીઓને એવોર્ડ ન લેવાની અપીલ કરી હતી. વિપક્ષી પાર્ટીએ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (WBSSC)માં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને રાજ્ય સરકારને ભ્રષ્ટ ગણાવી હતી.શનિવારે અમર્ત્ય સેનના નામની જાહેરાત કરવામાં આવી હતીઅમર્ત્ય સેનને બંગાળ સરકાર દ્વારા 'બંગ વિભૂષણ' એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને શનિવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. 'બંગ વિભૂષણ' સમ્માન પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં સેવાઓનું સમ્માન કરવા માટે આપવામાં આવે છે. કોલકાતાના 3 પ્રમુખ ફૂટબોલ ક્લબો ઈસ્ટ બંગાળ, મોહન બાગાન અને મોહમ્મડનના પ્રમુખોને 'બંગ વિભૂષણ' એવોર્ડ આપવામાં આવશે. આ સાથે જ અભિજીત વિનાયક બંધોપાધ્યાયને સમ્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત SSKM હોસ્પિટલને આ એવોર્ડ આપવામાં આવશે. આવું પ્રથમ વખત બની રહ્યું છે કે, કોઈ સંસ્થાને સમ્માનિત કરવામાં આવી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.