વડોદરા : ડોર ટુ ડોર ની સર્વિસમાં નિષ્કાળજી દાખવનાર સીડીસી કંપનીને રૂ. 55 લાખનો દંડ
વડોદરા,તા.25 જુલાઈ 2022,સોમવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર ની સુવિધામાં નિષ્કાળજી દાખવનાર પૂર્વ ઝોનના કોન્ટ્રાક્ટર સિડીસી કંપનીના સંચાલકને રૂપિયા 55 લાખનો દંડ કોર્પોરેશનને ફટકાર્યો છે. જ્યારે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટમાં વજન પ્રમાણે કોર્પોરેશન દ્વારા નાણાં ચૂકવવામાં આવી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર ઝોનમાં કચરા કલેક્શન માટે દોર ટુ ડોર નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તાજેતરમાં પૂર્વ ઝોન ના કોન્ટ્રાક્ટર સિડિસી કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વિગતો બહાર આવી હતી જે અંગે ભાજપના કોર્પોરેટર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા સમગ્ર ગેરરીતિની તપાસ ની ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે પૂર્વ ઝોનના કોન્ટ્રાક્ટર દ્વારા અનેક જગ્યાએ તેમની ગાડી પહોંચતી નથી અને તે પણ હવે ઓનલાઇન સિસ્ટમ થઈ ગઈ છે તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે એટલું જ નહીં આ કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યો છે.વડોદરા કોર્પોરેશન માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે પૂર્વ ઝોનના કોન્ટ્રાક્ટર સી ડી સી કંપની દ્વારા દૂરની સર્વિસમાં નિષ્કાળજી દાખવવા બદલ રૂપિયા 55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે . એટલું જ નહીં જે વિસ્તારોમાં થી દોડતું ડોરની સર્વિસમાં કચરો એકઠો કરવામાં આવે છે તેનું વજન થાય તે પ્રમાણે કોર્પોરેશન નાણાં ચુકવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.