‘રામ નાથ કોવિંદનું આવું આપમાન’ : વિપક્ષી નેતાઓએ PM મોદીનો એડિટેડ વીડિયો શેર કરીને જૂઠાણું ફેલાવ્યું
- વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ PM મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને PM તેમની તરફ ધ્યાન નથી આપી રહ્યાનવી દિલ્હી, તા. 25 જુલાઈ 2022, સોમવારભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના વિદાય સમારંભની એક નાની વીડિયો ક્લિપ રવિવારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ આ વીડિયો ક્લિપને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકઉન્ટમાંથી શેર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે કે, તેમનું ધ્યાન રાષ્ટ્રપતિ તરફ આછું અને કેમેરા તરફ વધારે છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ કોવિંદ PM મોદીનું અભિવાદન કરી રહ્યા છે અને PM તેમની તરફ ધ્યાન નથી આપી રહ્યા. વીડિયો ક્લિપ શેર કરનારા વિપક્ષી નેતાઓમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા વાયએસઆર રેડ્ડીનો સમાવેશ થાય છે. આ સિવાય અનેક નેતાઓએ આ વીડિયો ક્લિપ શેર કરી હતી પરંતુ જૂઠાણું સાબિત થયા બાદ આ વીડિયો ક્લિપ ડિલીટ કરવામાં આવી હતી. ઉપરોક્ત ત્રણેય નેતાઓના ટ્વિટર હેન્ડલ પર આ એડિટેડ વિડિયો ક્લિપ હાલમાં પણ જોવા મળી રહી છે. હકીકતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદાય સમારંભ દરમિયાનનો આ વીડિયો PM મોદી વિરૂદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી વાયરલ કરવામાં આવ્યો હતો. ટ્વિટરે આ એડિટેડ વીડિયો ક્લિપને 'Out of Context' એટલે 'સંદર્ભની બહાર' તરીકે ટેગ કરી છે. સંસદ ટીવી દ્વારા પ્રસારિત સંપૂર્ણ વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈના રોજ સંસદના સેન્ટ્રલ હોલની અંદર કેમેરાનો સામનો કરતા પહેલા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને હાથ જોડીને અભિવાદન કરતા જોઈ શકાય છે. રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયો દ્વારા પણ આ વાતની પુષ્ટિ થાય છે. ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદી એકબીજાને અભિનંદન આપતા હોવાની તસવીર પણ શેર કરવામાં આવી છે. ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે એટલે 24 જુલાઈ 2022ના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધત કર્યું હતું. ભૂતપુર્વ રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી મળેલા સંપૂર્ણ સહકાર, સમર્થન અને આશીર્વાદ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તમને જણાવી દઈએ કે, દ્રૌપદી મુર્મુને 21 જુલાઈએ વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.