રામનાથ કોવિંદ ‘પૂર્વ રાષ્ટ્રપતિ’ બનવાની સાથે જ આવ્યા મહબૂબા મુફ્તીના નિશાના પર
- આ અગાઉ મહબૂબા મુફ્તીએ 'હર ઘર ત્રિરંગા અભિયાન' ને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુંશ્રીનગર, તા. 25 જુલાઈ 2022, સોમવારદ્રૌપદી મુર્મૂએ સોમવારે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેની સાથે જ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને PDP ચીફ મહબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું છે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પાછળ એક એવી વિરાસત છોડી ગયા છે જેમાં ભારતના બંધારણને અનેક વખત કચડવામાં આવ્યું છે. મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે, પછી ભલે તે આર્ટિકલ 370 હોય, CAA હોય કે પછી લઘુમતીઓ અથવા દલિતોને ટાર્ગેટ કરવાનું હોય. તેમણે ભારતીય બંધાકરણના નામ પર ભાજપના રાજનેતિક એજન્ડાને પૂરો કર્યો છે.The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022 આ અગાઉ મહબૂબા મુફ્તીએ 'હર ઘર ત્રિરંગા અભિયાન' ને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે તંત્ર વિદ્યાર્થીઓ, દુકાનદારો અને કર્મચારીઓને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ચૂકવણી કરવા માટે મજબૂર કરી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે, કાશ્મીર એક દુશ્મન વિસ્તાર છે જેને કબ્જો કરવાની જરૂર છે.પીએમ મોદીએ તાજેતરમાં જ જનતાને અપીલ કરી હતી કે, આઝાદીના અમૃત મહોત્સવ હેથળ બધા લોકોએ 13-15 ઓગષ્ટ સુધી પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવવો. આ અભિયાનને 'હર ઘર ત્રિરંગા' આમ આપવામાં આવ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે આ અવસર પર 20 કરોડ લોકો પોતાના ઘરે ત્રિરંગો ફરકાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.