કોટા: 'અપના ઘર આશ્રમ'માં 3 લોકોના શંકાસ્પદ મોત, 2 ડઝન લોકોની તબિયત લથડી - At This Time

કોટા: ‘અપના ઘર આશ્રમ’માં 3 લોકોના શંકાસ્પદ મોત, 2 ડઝન લોકોની તબિયત લથડી


-  આ ઘટના પાછળ ફૂડ પોઈઝનીંગ અથવા ઝેરી જંતુ કરડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકોટા, તા. 25 જુલાઈ 2022, સોમવારકોચિંગ સિટી કોટામાં સ્થિત 'અપના ઘર આશ્રમ' (Apna Ghar Ashram of kota)માં 3 લોકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયા છે. બીજીતરફ લગભગ 2 ડઝન લોકોની તબિયત લથડી છે. તેમાંથી 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળ ફૂડ પોઈઝનીંગ અથવા ઝેરી જંતુ કરડ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાથી કોટા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટર અને CMHO સહિત પોલીસ તથા તંત્રના અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃત્યુના કારણનો હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો.મળતી માહિતી પ્રમાણે નિરાશ્રિત લોકો માટે કોટામાં સંચાલિત 'અપના ઘર આશ્રમ'માં લગભગ 265 લોકો રહે છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 2 ડઝન લોકોની તબિયત લથડી છે. તેમાંથી 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતોઘટનાની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર અને મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર મામલાની જાણકારી પ્રાપ્ત કરી અને પાડિતોની તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી ઘટનાના કારણનો ખુલાસો નથી થઈ શક્યો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે, આ સંભવતઃ ફૂડ પોઈઝનિંગને કારણે હોઈ શકે છે.મેડિકલ ટીમે સમગ્ર મામલાની તપાસ હાથ ધરીએવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઝેરી જંતુના કરડવાને કારણે પણ આ ઘટના બની શકે છે. જોકે, મેડિકલ ટીમે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. 'અપના ઘર આશ્રમ' કોટા શહેરના વિજ્ઞાન નગર પોલીસ ચોકી વિસ્તારમાં સ્થિત છે. ત્યાં નિરાશ્રિત લોકોને આશ્રય આપવામાં આવે છે. મૃતકોની ઉંમર 40થી 60 વર્ષની જણાવવામાં આવી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.