મુંદરાના આઝાદ ચોક મધ્યે હંગામી શાકમાર્કેટ ચાલુ કરાશેઃ અંતે સમાધાન
મુંદરા,તા.૨૩અંતે મુંદરામાં શાકભાજીના કાછીયાઓ, ખાણીપીણીની હાથલારી વાળાઓની હડતાલ પૂર્ણ થઈ છે. નાના ધંધાર્થીઓ માટે અલગ જગ્યા ફાળવાઈ છે. નગરપાલિકાના પ્રમુખ, પાલિકાના હોદેદારોની શુક્રવારની સાંજે ધંધાર્થીઓ સાથે બેઠક મળી હતી જેમાં સમાધાનની ફોર્મયુલા અપનાવાઈ હતી.મુંદરામાં છેલ્લા બે દિવસાથી શાકભાજીના કાછીયાઓ અને ખાણીપીણીવાળા હડતાલમાં ઉતર્યા હતા. એ સંદર્ભે મુંદરા બારોઈ નગરપાલિકાની કચેરીમાં અધ્યક્ષ કિશોરસિંહ પરમારે ખાસ બેઠક બોલાવી હતી. જેમાં ધંધાર્થીઓ ઉપસિૃથત રહ્યા હતા અને આઝાદ ચોક મધ્યે હંગામી શાકમાર્કેટ ચાલુ થશે એવુ નક્કી થયુ હતુ.શુક્રવારે પણ મુંદરાના શાકભાજીના તમામ નાના મોટા ધંધાર્થીઓ ગઈકાલે હડતાલમાં જોડાઈ કામકાજાથી અળગા રહ્યા હતા.શુક્રવારે મોડી સાંજે સુાધરાઈના સદસ્યો, હોદેદારોની ધંધાર્થીઓ સાથે બેઠક મળી હતી. જેમાં ધંધાર્થીઓ અને સુાધરાઈના પ્રમુખ વચ્ચે વાટાઘાટો થઈ હતી. તે મુજબ હવે નાના ધંધાર્થીઓ પાંજરાપોળ વાડીમાં આઝાદ ચોક મધ્યે ધંધો કરી શકશે તેમજ મુંદરા શહેર તેમજ બારોઈ રોડ પરના અંદાજે ૨૦૦ જેટલા ધંધાર્થીઓ અહિં ધંધો કરશે.સુાધરાઈ પ્રમુખે લાઈટ, પાણી, રસ્તા તેમજ હંગામી શાકમાર્કેટમાં ખુટતી કડીઓ પૂર્ણ કરવા સુાધરાઈના સ્ટાફને સુચના આપી હતી. હંગામી શાકમાર્કેટમાં મુંદરા શહેર તેમજ મુંદરા બારોઈ રોડના અંદાજે ૨૦૦ જેટલા નાના મોટા ધંધાર્થીઓ ધંધો કરશે. આજે મુંદરા શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ કામ ધંધા પર લાગી જતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.