હું પંડિત નહેરુની ટીકા નહીં કરુ, તેમની નીતિ પર સવાલ ઉઠાવી શકાય પણ દાનત નહીં: રાજનાથ સિંહ
નવી દિલ્હી, તા. 24. જુલાઈ 2022 રવિવારદેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ટીકા કરવામાં ભાજપના નેતાઓ સામાન્ય રીતે પાછા પડતા નથી.જોકે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના જવાનોને કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરુપે સંબોધન કરતા કહ્યુ હુત કે, 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તારો પર કબ્જો કર્યો ત્યારે પંડિત નહેરુ આપણા પીએમ હતા.હું તેમની દાનત પર શંકા નથી કરતો.તેમના ઈરાદા સારા હોઈ શકે છે પણ લાગુ કરાયેલી નીતિમાં ખામી હોઈ શકે છે.હું એક રાજકીય પાર્ટીનો પ્રતિનિધિ છું પણ હું ભારતના કોઈ પીએમની ટીકા કરવા નતી માંગતો.તેમની નીતિને લઈને સવાલ ઉઠાવી શકાય છે પણ તેમની દાનતને લઈને સવાલ ઉઠાવી શકાય તેમ નથી.તેમણે કહ્યુ હતુ કે, 1962માં થયેલા નુકસાનની ભરપાઈ આજ સુધી થઈ શકી નથી.જોકે દેશ આજે જે રીતે આગળ વધી રહ્યો છે તે જોઈને એટલુ કહી શકું કે ભારત દુનિયામાં હવે કમજોર નથી રહ્યો.રાજનાથસિંહે એમ પણ કહ્યુ હતુ કે, કારગિલ યુધ્ધમાં વિજય એ ભારતીય સેનાનો એક ગૌરવપૂર્ણ અધ્યાય છે.ભારતની સેનાએ દેશને એક રાખવામાં મોટી ભૂમિકા અદા કરી છે.कारगिल विजय, भारतीय सेना के शौर्य और पराक्रम का गौरवपूर्ण अध्याय है। https://t.co/UfYdl5qH1n— Rajnath Singh (@rajnathsingh) July 24, 2022
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.