AAPના કાર્યક્રમમાં પોલીસે સીએમ કેજરીવાલના પોસ્ટર ફાડીને પીએમ મોદીના બેનર લગાવી દીધા : ગોપાલ રાય
નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022 રવિવારદિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે ચાલુ તણાવ ઓછો થઈ રહ્યો નથી. હવે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વન મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં કેમકે આનુ રાજનીતિકરણ કરી દેવાયુ છે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અસોલા વન્યજીવ અભયારણ્યના કાર્યક્રમને હાઈજેક કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે શનિવારે રાતે કાર્યક્રમ સ્થળ પર વડાપ્રધાનની તસવીર વાળા બેનર લગાવ્યા છે. ગોપાલ રાયે કહ્યુ દિલ્હી પોલીસ આ કાર્ય વડાપ્રધાન કાર્યાલય માંથી મળેલા આદેશ પર કર્યુ. રાત્રે પોલીસ કાર્યક્રમ સ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને પોતાના કબ્જામાં લઈ લીધો. તેમણે જબરદસ્તી પીએમ મોદીની તસવીરવાળા બેનર લગાવ્યા અને આપ સરકારના બેનર ફાડી દીધા. દિલ્હી પોલીસે લોકોને પણ પીએમ મોદીની તસવીર વાળા બેનરને સ્પર્શ ના કરવાની ચેતવણી આપી છે. વન મહોત્સવમાં સામેલ નહીં થાય સીએમ કેજરીવાલપર્યાવરણ મંત્રીએ કહ્યુ, પોલીસે લોકોની સુરક્ષા કરવી જોઈએ અને પીએમ મોદીના બેનર લગાવવા જોઈએ નહીં. સીએમ કેજરીવાલને આ કાર્યક્રમમાં સામેલ થવાનુ હતુ પરંતુ હવે તેમણે આમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલ સરકારના કાર્યક્રમને પીએમ મોદીના રાજકીય કાર્યક્રમમાં બદલી દેવાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને મે હવે કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.