મેઘાલય: BJP નેતા પર દેહ વિક્રયના કારોબારનો આરોપ, દરોડામાં 73 ઝડપાયા - At This Time

મેઘાલય: BJP નેતા પર દેહ વિક્રયના કારોબારનો આરોપ, દરોડામાં 73 ઝડપાયા


- પોલીસે શનિવારે આ રિસોર્ટમાંથી 5 બાળકોને પણ પોતાના કબ્જામાં લીધા હતાનવી દિલ્હી, તા. 24 જુલાઈ 2022, રવિવારમેઘાલયમાં દેહ વિક્રયના કારોબારનો મોટો મામલો સામે આવ્યો છે. મેઘાયલ પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ સમગ્ર મામલે રાજ્ય બીજેપીના ઉપાધ્યક્ષ બર્નાર્ડ મારક પણ સામેલ છે. મેઘાલય પોલીસે દાવો કર્યો છે કે, શુક્રવારની રાત્રે મારકના રિસોર્ટમાં દરોડા બાદ આ રેકેટનો પર્દાફાસ થયો છે. આ રિસોર્ટ પશ્ચિમ ગારો પહાડી જિલ્લાઓના તુરાનો છે. હાલ પોલીસે કેસ દાખલ કરીને આરોપી નેતાની શોધ શરૂ કરી છે. જો કે, આ સમગ્ર મામલામાં પોલીસે 73 લોકોની ધરપકડ પણ કરી છે.પોલીસે શનિવારે આ રિસોર્ટમાંથી 5 બાળકોને પણ પોતાના કબ્જામાં લીધા હતા. ઘટના સામે આવી ત્યારબાદથી રિસોર્ટ માલિક ફરાર છે. બીજી તરફ આ ઘટનાને લઈને મારકે એક નિવેદન પણ આપ્યું છે. તેમાં તેમણે કહ્યું કે, પોલીસે આ રેડ કોઈ પણ વોરંટ વગર પાડી છે. તેમણે મેઘાલયના સીએમ પર પણ તેમને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બધાની વચ્ચે પોલીસ આ કેસને ફેબ્રુઆરીમાં નોંધાયેલા કેસ સાથે જોડીને જોઈ રહી છે. ત્યારે મેઘાલય ભાજપ આ સમગ્ર મામલે મૌન બેઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.