ગઢડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ
ગઢડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાધેલાની જીલ્લામાં અપહરણ ગુમ થયેલ બાળકોને તાત્કાલીક શોધી કાઢવા માટે સુચના કરેલ જે અન્વયે બોટાદના વિભાગીય પોલીસ અધિકારી એસ. કે. ત્રિવેદીના માર્ગદર્શનમાં ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ચૌધરી તથા ગઢડા પોલીસ સ્ટાફ દ્રારા ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ ની મદદ લઇ આરોપી તથા ભોગ બનનાર અંગે તપાસ શરૂ કરી ગઢડા પો.સ્ટે, ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૨૧૧૪૬/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૧(૬),૧૨ મુજબના ગુન્હાના કામે જનડા ગામની સીમમાંથી સગીરવયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરનાર આરોપી
સુનીલભાઇ હસમુખભાઇ માછી ઉ.વ.૨૭ રહે.દોરા ગામ તા.આમોદ જી.ભરૂચ હાલ-પાટી ગામની સીમ તા.જી.બોટાદ વાળાને માંડાસણ ગામની સીમ તા.જામજોધપુર જી.જામનગર ખાતેથી પકડી પાડી અપહરણ થયેલ સગીરવયની બાળાને શોધી કાઢી આરોપી વિરૂધ્ધ પોક્સો એક્ટ તળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા સાહેબની સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. ચૌધરી તથા સ્ટાફના એ.એસ આઇ ઉદયભાઇ શાંતીભાઇ રાજૈયા તથા પો કોન્સ રાજદીપસિંહ જગદીશસિંહ ગોહીલ તથા પો કોન્સ રોહીતસિંહ નાથાભાઇ ઝાલા નાઓએ કરેલ છે.
Riport, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.